Dark Mode
Image
  • Friday, 17 May 2024

હળવદ તાલુકા પંચાયત કચેરી દ્વારા નવી પહેલ પ્રતિક્ષા કક્ષ કમ લાઇબ્રેરી ખુલ્લી મુકવામાં આવી

હળવદ તાલુકા પંચાયત કચેરી દ્વારા નવી પહેલ પ્રતિક્ષા કક્ષ કમ લાઇબ્રેરી ખુલ્લી મુકવામાં આવી

હળવદ તાલુકા પંચાયત કચેરી દ્વારા નવી પહેલ પ્રતિક્ષા કક્ષ કમ લાઇબ્રેરી ખુલ્લી મુકવામાં આવી

 


મોરબી જિલ્લાના હળવદ તાલુકા પંચાયત દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જે મુજબ હળવદ તાલુકા પંચાયત કચેરીએ પ્રતિક્ષા કક્ષ કમ લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે, જેને ખુલ્લી મુકવામાં આવી છે. તાલુકા પંચાયત કચેરીએ મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામકાજ અર્થે આવતા હોય છે જેથી મુલાકાતીઓ અને ગ્રામજનો માટે પ્રતીક્ષા કક્ષ કમ લાઈબ્રેરી તૈયાર કરીને ખુલ્લી મુકવામાં આવી છે.

 


પ્રતિક્ષા કક્ષ કમ લાઇબ્રેરી ખુલ્લી મુકવામાં આવી

 

આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવે જણાવ્યું હતું કે, અમારી તાલુકા પંચાયત કચેરીમાં વિવિધ કામ અર્થેઆવતાં મુલાકાતીઓને ઘણી વાર થોડો સમય રાહ જોવાની થતી હોય છે. આ દરમ્યાનમુલાકાતીઓને જ્યાં ત્યાં બેસવું ન પડે તે માટે પ્રતીક્ષા કક્ષ તૈયાર કરેલછે. મુલાકાતીઓ પ્રતીક્ષાના સમયમાં વિચારભાથું લઈને જાય તેવા આશયથીપ્રતીક્ષા કક્ષમાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવેલ છે.

 


લોકોએ પણ આ પહેલની કરી પ્રશંસા

 

આ લાયબ્રેરીમાંમેગેઝિન્સ, અખબારો અને ઉચ્ચ સાહિત્યિક મૂલ્ય ધરાવતાં પુસ્તકો રાખવામાં આવેલ છે. વધુમાં નવતર પ્રયોગ રૂપે ડિજિટલ લાયબ્રેરી પણ શરૂ કરવામાં આવી છે. જેમાં QR code સ્કેન કરીને વિવિધ વિષયને લગતા બ્લોગ, માહિતીપ્રદ વેબસાઇટ્સ, રસપ્રદ યુ ટ્યુબ ચેનલ, ઇ બુક્સ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના સાહિત્ય વગેરેનો લાભ લઈ શકાશે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!