Dark Mode
Image
  • Friday, 17 May 2024

MotoGP ભારત: દેશમાં પ્રથમ વખત MotoGP રેસનું ભવ્ય આયોજન, જાણો ટિકિટ બુકિંગથી લઈને ઓનલાઈન જોવા સુધીની સંપૂર્ણ માહિતી

MotoGP ભારત: દેશમાં પ્રથમ વખત MotoGP રેસનું ભવ્ય આયોજન, જાણો ટિકિટ બુકિંગથી લઈને ઓનલાઈન જોવા સુધીની સંપૂર્ણ માહિતી

MotoGP ભારત: દેશમાં પ્રથમ વખત MotoGP રેસનું ભવ્ય આયોજન, જાણો ટિકિટ બુકિંગથી લઈને ઓનલાઈન જોવા સુધીની સંપૂર્ણ માહિતી

 

MotoGP ભારત: ભારતમાં પ્રથમ વખત MotoGP રેસનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 3 દિવસીય રેસનું આયોજન ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે કરવામાં આવશે.

 

 

MotoGP Bharat: વિશ્વની સૌથી પ્રખ્યાત બાઈક રેસિંગ ચેમ્પિયનશિપ MotoGP પ્રથમ વખત ભારતમાં યોજાવા જઈ રહી છે. દેશમાં પ્રથમ વખત આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે. આ રેસિંગ ચેમ્પિયનશિપ એટલે કે ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સ ઓફ ઈન્ડિયા ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે 22મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને 24મી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ રેસમાં ભાગ લેનાર બાઈક અને સેફ્ટી કાર સર્કિટ સુધી પહોંચી ગઈ છે. પરંતુ આપને સવાલ એ થતો હશે કે આ રેસને જોવી તો કેવી રીતે. આ અહેવાલમાં તમને મળશે સંપૂર્ણ માહિતી.

 

 

બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ એ વિશ્વના સૌથી પ્રસિદ્ધ રેસિંગ ટ્રેક્સમાંનું એક છે, જ્યાં ભારતની પ્રથમ ફોર્મ્યુલા વન રેસ 2011માં યોજાઈ હતી. આ રેસિંગ ટ્રેક હર્મન ટિલ્કેએ ડિઝાઈન કરી છે. MotoGP રેસિંગ વિશે વાત કરીએ તો, ત્યાં 8 જમણા વળાંક અને 5 ડાબા વળાંક છે. આ સર્કિટ માત્ર 1.06 કિમી લાંબી છે.

 

 

BIC રેસિંગ ટ્રેક વિશ્વના શ્રેષ્ઠ ટ્રેક પૈકી એક છે. MotoGP માટે તેને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પ્રથમ ભાગ ડાઉનહિલ છે, જે રેસર્સને મેક્સિમમ એક્સલરેશન પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યું છે, અને બીજો ભાગ ચઢાણનો છે, જે ડ્રાઈવરોને સ્પીડ મેન્ટેન રાખવામાં મદદ કરશે.

 

 

MotoGP ભરતને ઘરે બેઠા કેવી રીતે જોશો?

 


જો તમે આ રેસિંગ ચેમ્પિયનશિપ ઘરે બેઠા જોવા માગો છો, તો તમે તેના લાઈવ ટેલિકાસ્ટનો આનંદ પણ લઈ શકો છો. ઈન્ડિયન ઓઈલ ગ્રાન્ડ પ્રિક્સ સ્પોર્ટ્સ 18 ચેનલ JioCinema પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. તે બંને આ ઈવેન્ટના લાઇવસ્ટ્રીમિંગ પાર્ટનર્સ છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે આ ટેલિકાસ્ટ વિશ્વભરમાં 90 બ્રોડકાસ્ટિંગ નેટવર્ક કંપનીઓની મદદથી 195 દેશોમાં 450 મિલિયન ઘરો સુધી પહોંચશે.

 

 

ટિકિટ કેવી રીતે બુક કરવી?

 


સર્કિટમાંથી MotoGP India જોવા માટે, તમે BookMyShow પરથી ટિકિટ ખરીદી શકો છો. આ ઈવેન્ટ 3 દિવસ ચાલશે અને આ ટિકિટો દરરોજ આપવામાં આવશે. આ ટિકિટોની કિંમત 800 રૂપિયાથી લઈને 1,80,000 રૂપિયા સુધીની છે. ટિકિટની કિંમત અલગ-અલગ પોડિયમ પ્રમાણે નક્કી કરવામાં આવી છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!