Dark Mode
Image
  • Friday, 17 May 2024

ઘણા લોકો મારી પ્રગતિથી નારાજ, તેઓ માને છે કે હું અમેરિકાનો રાષ્ટ્રપતિ બનવા માટે નાનો છુંઃ વિવેક રામાસ્વામી | Many people are unhappy with my progress: Vivek Ramaswamy

ઘણા લોકો મારી પ્રગતિથી નારાજ, તેઓ માને છે કે હું અમેરિકાનો રાષ્ટ્રપતિ બનવા માટે નાનો છુંઃ વિવેક રામાસ્વામી | Many people are unhappy with my progress: Vivek Ramaswamy

ઘણા લોકો મારી પ્રગતિથી નારાજ, તેઓ માને છે કે હું અમેરિકાનો રાષ્ટ્રપતિ બનવા માટે નાનો છુંઃ વિવેક રામાસ્વામી

 

ભારતીય-અમેરિકન અને અમેરિકાના રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ વિવેક રામાસ્વામીએ કહ્યું કે ઘણા લોકો મારી પ્રગતિથી નારાજ છે. તેઓ માને છે કે હું અમેરિકાનો રાષ્ટ્રપતિ બનવા માટે ઘણો નાનો છું પરંતુ તેઓ ભૂલી જાય છે કે જ્યારે થોમસ જેફરસને અમેરિકન સ્વતંત્રતાની ઘોષણા લખી ત્યારે તેઓ માત્ર 33 વર્ષના હતા. એટલું જ નહીં, જેફરસને તે સમયે રિવોલ્વિંગ ચેરની પણ શોધ કરી હતી.

 

 

હાલમાં ભારતીય મૂળના વ્યક્તિ એવા વિવેક રામાસ્વામીની અમેરિકામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકો તે વ્યક્તિથી નારાજ છે અને તેઓ માને છે કે તે અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે હજી તેની ઉંમર નાની છે. જો કે તેમ છતાં ઘણા લોકો વિવેક રામાસ્વામીની કાર્યપ્રણાલીથી ખુશ છે અને આજ કારણે તેમની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે.

 

'ઘણા લોકો માને છે કે હું રાષ્ટ્રપતિ બનવા માટે ઘણો નાનો છું'

 


હાલમાં જ એક ખાનગી ન્યૂઝ ચેનલે આપેલા ઈન્ટરવ્યુમાં વિવેક રામાસ્વામીએ કહ્યું હતું કે કેટલાક લોકોને તેની પ્રગતિથી ઈર્ષા થઈ રહી છે. તેઓ માને છે કે 38 વર્ષીય વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે ખૂબ નાનો છે, જ્યારે થોમસ જેફરસને 33 વર્ષનો હતો ત્યારે યુએસની સ્વતંત્રતાની ઘોષણા લખી હતી.

 

 

'વિરોધીઓએ મારી ટીકા તેજ કરી છે'

 

 


વિવેક રામાસ્વામીએ કહ્યું કે મેં બીજી ડિબેટમાં સારું પ્રદર્શન કર્યું છે, જે બાદ મારા વિરોધીઓ દ્વારા મારી ટીકાઓ તેજ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે નવા સર્વેમાં સામે આવ્યું છે કે રામાસ્વામીની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. તે ઓગસ્ટ મહિનાના પ્રદર્શનથી 12 અંક ઉપર છે. તેણે કહ્યું, હું કટ્ટરપંથી બાઈડેન એજન્ડાની બહુ ટીકા કરતો નથી, કારણ કે મને લાગે છે કે ધ્યાન કેન્દ્રિત કરવા માટે તે ખોટું સ્થાન છે. ટીકા કરવા માટે અનેક મુદ્દા છે, પરંતુ આપણે આપણો પરિપ્રેક્ષ્ય રજૂ કરવો પડશે. અમે આ દેશને જોડીશું. અમે લોકોની સમસ્યા પર ધ્યાન આપીને કામ કરશું. રામાસ્વામીએ કહ્યું કે મને લાગે છે કે હું અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે લાયક ઉમેદવાર છું.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!