Dark Mode
Image
  • Sunday, 19 May 2024

મલાઈકા અરોરાએ 50 વર્ષ પૂરા કર્યા : સુંદરતામાં યુવા અભિનેત્રીઓને પણ આપે છેટક્કર, જાણો તેનું ફિટનેસ અને ડાયેટ રૂટિન

મલાઈકા અરોરાએ 50 વર્ષ પૂરા કર્યા : સુંદરતામાં યુવા અભિનેત્રીઓને પણ આપે છેટક્કર, જાણો તેનું ફિટનેસ અને ડાયેટ રૂટિન

-- મલાઈકા અરોરા આજે તેનો 50મો જન્મદિવસ મનાવી રહી છે. જાણો તેની ફિટનેસ અને બ્યુટીનું શું રહસ્ય છે :

 

મલાઈકા અરોરા તેની ફેશન સેન્સ, ફિટનેસ અને બોલ્ડનેસના કારણે અવારનવાર ચર્ચા જગાવે છે. મલાઈકા અરોરાએ ભલે બોલિવૂડ ફિલ્મોમાં આઈટમ સોંગ્સથી ઓળખ મળવી હોય, પણ આજે તે તેની સ્ટાઈલ અને ફિટનેસથી લાખો લોકોને પ્રેરિત કરે છે. આજે અભિનેત્રી પોતાનો 50મો જન્મદિવસ મનાવી રહી છે. પચાસની વયે પણ મલાઈકા અનેક યુવા અભિનેત્રીઓને પાછળ છોડી દે છે.

-- યોગ છે મલાઈકાની ફિટનેસનું રહસ્ય :- મલાઈકા અરોરા તેના રોજિંદા જીવનમાં યોગને પ્રાથમિકતા આપે છે. તેના યોગ કરતા વિડીયો સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે. પાપારાઝી તેને હંમેશાં યોગ સ્ટુડિયોની બહાર કેપ્ચર કરે છે. અભિનેત્રીનું માનવું છે કે કંટાળો ટાળવા માટે પોતાને પડકાર આપવો જરૂરી છે અને આ માટે કોઈ એક રૂટિનને ન વળગી રહેવું જોઈએ. મલાઈકા યોગ પ્રો છે અનેઅન્ય લોકોને પણ પ્રેરિત કરવા માટે તેણે અગ્રણી યોગ સ્ટુડિયો સાથે જોડાણ કર્યું છે.

-- પિલાટેસ સેશન કરે છે મલાઈકા :- પિલાટેસ લો ઈમ્પેક્ટ એક્સરસાઈઝ કહેવાય છે. તેમાં બોડીની નિયંત્રિત હલનચલનનો સમાવેશ થાય છે, જે તમારું બેલેન્સ, કોર સ્ટ્રેન્થ, મોબિલીટી, સ્થિતિસ્થાપકતા અને મૂડ પણ બૂસ્ટ કરે છે. મલાઈકા પણ તેના વર્કઆઉટ રૂટિનમાં પિલાટેસ કરે છે. મલાઈકાની ફિટનેસ ટ્રેનર નમ્રતા પુરોહિત ઘણીવાર અભિનેત્રીના પિલાટેસ સેશનના વિડીયો શેર કરે છે.

-- સ્ટ્રેન્થ ટ્રેઈનિંગથી પોતાને બનાવે છે મજબૂત :- મલાઈકા ઓલ રાઉન્ડ ફિટનેસ માટે સ્ટ્રેન્થ ટ્રેનિંગ સાથે કોર એક્સરસાઇઝિંગને બેલેન્સ કરવાના મહત્વને સમજે છે. કાર્ડિયો, યોગા અને પિલાટેસ કરવા ઉપરાંત, મલાઈકા તેના કોરને અને પોતાને મજબૂત બનાવવા માટે ડમ્બેલ્સ અને કેટલબેલ્સ જેવા સાધનોથી તાલીમ લે છે.

-- આ છે મલાઈકા અરોરાનું ડાયેટ રૂટિન :- ફિટનેસનું લક્ષ્ય હાંસલ કરવા માટે માત્ર કસરત કરવી પૂરતું નથી, યોગ્ય ડાયેટ પણ જરૂરી છે. મલાઈકા પણ દરરોજ એક ડાયેટ રૂટિન ફોલો કરે છે. સામાન્ય રીતે તે ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ શેડ્યુલ અપનાવે છે, જેમાં તે રાતથી કરીને મોડી સવાર સુધી ઉપવાસ કરે છે અને પછી દિવસના નિર્ધારિત સમય દરમિયાન ભોજન કરે છે. (સામાન્ય રીતે આઠ કલાકની અંદર) મલાઈકા અરોરા ઓર્ગેનિક સ્ટોરમાંથી ખરીદેલા ફૂડ પર વિશ્વાસ કરે છે. તે ખિચડી, શક્ભાઈ અને લીન મીટનો પણ આનંદ ઉઠાવે છે. તે આખો દિવસ પોતાને હાઈડ્રેટ રાખવા ખૂબ પાણી પીવે છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!