Dark Mode
Image
  • Monday, 20 May 2024

સુંદર અને ફિટ દેખાવા કરો સૂર્ય નમસ્કાર, હૃદય પણ રહેશે સ્વસ્થ; જાણો આ સંપૂર્ણ વ્યાયામનાઅન્ય ફાયદા

સુંદર અને ફિટ દેખાવા કરો સૂર્ય નમસ્કાર, હૃદય પણ રહેશે સ્વસ્થ; જાણો આ સંપૂર્ણ વ્યાયામનાઅન્ય ફાયદા

-- સૂર્ય નમસ્કાર તનની સાથે મનને પણ સ્વસ્થ રાખે છે. તે શરીરના વિવિધ અંગો માટે ફાયદાકારક છે :

 

આપણી જીવનશૈલી એવી થઈ ગઈ છે કે આપણે પોતાના સ્વાસ્થ્ય માટે એક કલાક પણ કાઢી શકતા નથી. આખો દિવસ ડેસ્ક પર બેસી રહેવાથી અનેક શારીરિક અને માનસિક રોગોનું જોખમ વધી જાય છે. પરંતુ આમાં યોગ તમને મદદ કરી શકે છે.યોગનાઅદ્ભુત ફાયદાઓને કારણે તે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બન્યા છે. એમાં પણ, સૂર્ય નમસ્કાર એક એવો યોગ છે, જે તમને સ્વસ્થ રહેવામાં ઘણી મદદ કરી શકે છે. આ માટે તમારે દરરોજ માત્ર 10 મિનિટ ફાળવવી પડશે. શક્ય હોય તો સૂર્ય નમસ્કાર સવારે સૂર્યોદય સમયે અને હંમેશા ખાલી પેટ પર કરવાનો પ્રયાસ કરો.

-- નિયમિત સૂર્ય નમસ્કાર કરવાનાફાયદા :- બોડી પોશ્ચરસુધરે છે :- સૂર્ય નમસ્કાર કરવાથી તમારા બોડી પોશ્ચરમાં સુધારો થાય છે. તમારા સ્નાયુઓ માટે પણ સૂર્ય નમસ્કાર ફાયદાકારક છે. તેનાથી કરોડરજ્જુનો દુખાવો, ગરદનનો દુખાવો અને કમરના દુખાવામાં પણ રાહત મળે છે. દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી સ્થિતિસ્થાપકતા પણ વધે છે.

-- માનસિક શાંતિ મળે છે :- આજના ઝડપી યુગમાં દરેક વ્યક્તિને માનસિક તાણથી રાહતની જરૂર છે. દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી તમારા મનને શાંતિ મળે છે અને તણાવ પણ ઓછો થાય છે. આ સાથે અનિદ્રાની સમસ્યાથી પણ રાહત મળે છે. તેનાથી તમારું ફોકસ સુધરે છે અને પ્રોડક્ટીવિટી પણ વધે છે.

-- હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક :- અહીં નોંધનીય છે કે, દરરોજ સૂર્ય નમસ્કાર કરવા તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સૂર્ય નમસ્કાર કરવાથી રક્ત પરિભ્રમણ વધે છે. આ તમારા હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને લોહી વધુ સારી રીતે પંપ થાય છે.

-- વજન ઘટાડવામાં મદદરૂપ :- સૂર્ય નમસ્કાર કરવાથી શરીરની વધારાની ચરબી બર્ન થાય છે અને પાચન સંબંધી સમસ્યાઓ પણ ઓછી થાય છે. ટૂંકમાં, સૂર્ય નમસ્કારતમને હેલ્ધી વેઈટ જાળવવામાં મદદ કરે છે.

ફેફસાં માટે ફાયદાકારક:- સૂર્ય નમસ્કાર કરતી વખતે, તમારે તમારા શ્વાસ પર વિશેષ ધ્યાન આપવું પડે છે. દરેક પોઝિશન દરમિયાન વ્યક્તિએ લાંબો શ્વાસ લેવાનો હોય છે અને ધીમે ધીમે શ્વાસ છોડવાનો હોય છે. આ તમારા ફેફસાને મજબૂત બનાવે છે અને તમારા ફેફસાની ક્ષમતામાં પણ વધારો કરે છે.

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!