Dark Mode
Image
  • Monday, 20 May 2024

ભારે વરસાદને કારણે ઉત્તરાખંડના ગૌરીકુંડ, જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન

ભારે વરસાદને કારણે ઉત્તરાખંડના ગૌરીકુંડ, જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન

ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ભૂસ્ખલન; 3ના મોત, 20 લાપતા: 17 નેપાળી નાગરિકો; ટિહરી-ગઢવાલમાં દીવાલ ધરાશાયી થતાં બે બાળકોનાં મોત.

 

ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ભૂસ્ખલન બાદ ત્રણ લોકોના મોત થયા હતા અને 20 લોકો લાપતા થયા હતા. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, આ અકસ્માત શુક્રવારે રુદ્રપ્રયાગ જિલ્લાના કેદારનાથ ધામ યાત્રા માર્ગ પર થયો હતો.ઉત્તરાખંડના ગૌરીકુંડમાં રેસ્ક્યૂ ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ગુમ થયેલા લોકોમાંથી 17 નેપાળી નાગરિકો છે.

 

 

ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં શનિવારે રાત્રે વરસાદને કારણે એક ઘરની દિવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ નીચે દબાઈ જવાથી બે બાળકોનાં મોત નીપજ્યાં હતાં. તો બીજી તરફ નૈનીતાલમાં પુલ પરથી પસાર થઇ રહેલી બસ પલટી ખાઇ ગઇ હતી. બસમાં સવાર 35 લોકોને જેસીબીમાંથી બચાવી લેવામાં આવ્યા હતા.

 

રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં પણ ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલન બાદ T-2 ટનલ પાસે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો હતો. કલાકોની જહેમત બાદ પ્રશાસને કાટમાળ હટાવીને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો કરી દીધો હતો.

 

 

મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં શનિવારે સાંજે બકિયા બેરેજના 13 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે રીવાના તેરાઈ વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. અહીં હોમગાર્ડ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.

 

 

હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, ઝારખંડ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરામાં ભારે વરસાદ પડશે.

 

અહીં મધ્યમ વરસાદ થશે: છત્તીસગઢ .

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!