જાણો તમને આજે શું ના કરવું જોઈએ 07-November-2023 || Know what you shouldn't do today 07-November-2023
રાશી ચક્ર: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ || 07-November-2023 || BULETININDIA
જાણો તમારો રાશિફળ આજ 07-November-2023ના રાશિચક્ર માં
જાણો આજે શું કરશો શું નહિ કરો? || What will you do today, what not to do?
Rashi Chakra: Know how your day will be today | 07-November-2023
આજ નું પંચાગ :
સંવત વિક્રમ સંવત 2079, શક સંવત 1945, વીર સંવત 2549
તારીખ :- 07 November 2023 || મંગળવાર
રાશિ :- સિંહ(મ ટ)
માસ :- આસો વદ દસમ
નક્ષત્ર :- મઘા16:26 પુર્વા ફાલ્ગુની
યોગ :- બ્રંહ 15: 18 ઇંદ્ર
કારણ :- વાણિજ્ 15: 5 ગર
આજનો મંત્ર :- ૐ નમો ભગવતે વાસુદેવાય ની 11 માળા કરો.
ઉપાય :- જો આપની કુંડલી માં પિતૃ દોષ હોય તો દરરોજ સવારે પીપળે જળ ચઢાવવું આનાથી તમારા પિતૃ દોષ માં રાહત મળશે.
મેષ:- (અ,લ,ઈ) - મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતા ભરેલો હશે. નવા વ્યક્તિઓ ની મુલાકાત ફાયદાકારક રહેશે. સ્વાસ્થ બાબતે ઉત્તમ દિવસ છે. પતિ-પત્નીના સંબંધો સારા રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે. ઉપાય તરીકે ભગવાન વિષ્ણુના મંદિરમાં ગોળ ધરાવો અને ગરીબો ને ધન આપવું. શુભ રંગ -: કેસરી શુભ અંક -: 4
વૃષભ :- (બ,વ,ઉ) - વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મનની મુરાદો પૂરી થશે.ધારેલા કાર્યોમાં સફળતા મળશે. કોર્ટ કચેરીમાં વિજય પ્રાપ્ત કરશો. કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવો નહિ. ઉપાય તરીકે માતાજી ના મંદિર માં ગોળ નું દાન આપવું. શુભ રંગ -: બદામી શુભ અંક -: 3
મિથુન :- (ક,છ,ઘ) - મિથુન રાશિના જાતકો માટે આજે જુના કાર્યોમાં સફળતા મળશે. સરકારી કામકાજમાં રાહત મળે. યાત્રા પ્રવાસનો યોગ બને છે. વિદ્યાર્થીઓ માટે એકંદરે ઉત્તમ દિવસ છે. ઉપાય તરીકે ગરીબ ને ભોજન આપો અને શ્રીરામ ના મંદિર માં ફૂલ ચડાવો. શુભ રંગ -: લીલો શુભ અંક -: 3
કર્ક :- (ડ,હ) - કર્ક રાશિના જાતકો માટે આજે ધારેલા કાર્યોમાં સફળતા મળશે. નાણાકીય વ્યવહારો કરવા નહીં. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. લાલચમાં ખોટું કામ કરવું નહીં. એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. ઉપાય તરીકે એક ગરીબને ભોજન કરાવી વસ્ત્ર દાન આપો. શુભ રંગ -: સફેદ શુભ અંક -: 6
સિંહ રાશિ :- (મ,ટ) - સિંહ રાશિના જાતકો માટે આજે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે. સ્વાસ્થ બાબતે થોડો ધ્યાન રાખવું પડશે. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ છે. શેર બજાર થી દૂર રહેવું. ઉપાય તરીકે શ્રી કૃષ્ણ મંદિરમાં ફળ અને ઘી નુ દાન કરો. શુભ રંગ -: લાલ શુભ અંક -: 1
કન્યા રાશિ :- (પ,થ,ણ) - કન્યા રાશિના જાતકો માટે કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે ખોટા સંગતથી દૂર રહેવું. પ્રેમ સંબંધોમાં ધ્યાન રાખવું. ઉપાય તરીકે ગાયને ગોળ ખવડાવવું અને ગરીબ ને અન્ન દાન કરો. શુભ રંગ -: લીલો શુભ અંક -: 7
તુલા રાશિ :- (ર,ત) - તુલા રાશિના જાતકો માટે આજે સમજી વિચારી ને નિર્ણય લેવો. ખોટા માણસોનો સાથ લેવો નહીં. નોકરી ધંધામાં સફળતા મળે. આર્થિક રીતે દિવસ સામાન્ય રહે. ઉપાય તરીકે દિવ્યાંગ ને ગરમ વસ્ત્ર આપવું અને અન્ન દાન આપો. શુભ રંગ -: બદામી શુભ અંક -: 3
વૃશ્ચિક રાશિ :- (ન,ય) - વૃશ્ચિક રાશિના જાતકો માટે મન ની મુરાદો સફળ થશે. યાત્રા પર જવાનું થાય. કોર્ટે કચેરી ના કાર્યમાં સફળતા મળે. પૈસાની લેવડદેવડથી દૂર રહેવું. સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખો. નિર્ધન ને ધન આપો . ઉપાય તરીકે નિર્ધન ને ધન આપો. શુભ રંગ -: મરૂન શુભ અંક -: 8
ધન રાશિ:- (ભ,ઢ,ધ,ફ) - ધન રાશિના જાતકો માટે આજે દિવસ એકંદરે સામાન્ય રહેશે. જુના અટવાયેલા કાર્યો પૂરા થશે. નવો ધંધો કરવાનો વિચાર યોગ્ય નથી. જૂનો ધંધો કે નોકરી સાચવવું. ઉપાય તરીકે ગાયને ચણાની દાળ ગોળ અને રોટલી ખવડાવો. શુભ રંગ -: વાદળી શુભ અંક -: 9
મકર રાશી :- (ખ,જ) - મકર રાશિના જાતકો માટે આજે તમારા માટે આજનો દિવસ નુકશાનકારક રહે. શેરબજાર કે અન્ય બજારોથી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે અન્નકુળ દિવસ રહેશે. વિદેશ યાત્રામાં સફળતા મળશે. ઉપાય તરીકે એક ગરીબ ને ભોજન કરાવો અને વસ્ત્ર દાન કરો. શુભ રંગ -: બદામી શુભ અંક -: 6
કુંભ રાશિ:- (ગ,સ,શ,ષ) - કુંભ રાશિના જાતકો માટે આજે તમારા કામકાજમાં એકંદરે સફળતા મળશે. જમીન મકાનના પ્રશ્નોનો હલ આવશે. સંતાન અંગેની ચિંતા માં વધારો થશે જૂનું કાર્ય છોડવા વગર નવું કાર્ય કરી શકો. નોકરી વ્યાપારમાં સફળતા મળશે. ઉપાય તરીકે એક ગરીબને ભોજન કરાવો અને કાળા તલ નું દાન કરો. શુભ રંગ -: જાંબલી શુભ અંક -: 8
મીન રાશિ:- (દ,ચ,ઝ,થ) - મીન રાશિના જાતકો માટે સવારથી જ તમે કોઈ નવા કામમાં અટવાઈ જશો પરંતુ પોતાના કામ માં ધ્યાન રાખો. દુશ્મન પક્ષ નુકસાન કરશે. સરકારી કામમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ છે. ઉપાય તરીકે ભૂદેવ ને અન્ન દાન અને માતાને શ્રીફળ અને ચુંદડી ચઢાવો. શુભ રંગ -: પીળો શુભ અંક -: 9
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!