Dark Mode
Image
  • Monday, 20 May 2024

જેલમાં કેજરીવાલનું વજન સાડાચાર કિલો ઘટ્યું, આતિશીએ કહ્યું ‘કંઇ થયું તો ભગવાન ક્યારેય માફ નહીં કરે’

જેલમાં કેજરીવાલનું વજન સાડાચાર  કિલો ઘટ્યું, આતિશીએ કહ્યું ‘કંઇ થયું તો ભગવાન ક્યારેય માફ નહીં કરે’

તિહાર જેલમાં બંધ અરવિંદ કેજરીવાલની તબિયત કથળતી જાય છે.. આમ આદમી પાર્ટીના સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી કેજરીવાલનું વજન ઘણું ઓછું થઈ ગયું છે. કેજરીવાલનું વજન ઝડપથી ઘટી રહ્યું છે. 21 માર્ચે ધરપકડ બાદથી અત્યાર સુધીમાં કેજરીવાલનું વજન સાડા ચાર કિલો ઘટી ગયું છે. સીએમના ઘટતા વજનને લઈને ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરી છે. જો કે, તિહાર જેલ પ્રશાસન અનુસાર, અરવિંદ કેજરીવાલ બિલકુલ ઠીક છે. જેલના તબીબોએ આવી કોઈ ચિંતા વ્યક્ત કરી નથી.

 

AAP મંત્રી આતિશીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'અરવિંદ કેજરીવાલને ગંભીર ડાયાબિટીસ છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવા છતાં, તેઓ 24 કલાક દેશની સેવામાં રોકાયેલા રહ્યા. ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલનું વજન 4.5 કિલો ઘટી ગયું છે. આ ખૂબ જ ચિંતાજનક છે. ભાજપ તેમને જેલમાં રાખી તેમના સ્વાસ્થ્યને જોખમમાં મુકી રહી છે. જો તેમને કંઇ થઇ ગયું તો દેશ તો ઠીક ભગવાન પણ તેમને માફ નહીં કરે.

 

 

-- પત્નીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેજરીવાલ સાથે વાત કરી.

મુખ્યમંત્રી કેજરીવાલે મંગળવારે બપોરે 1:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અડધો કલાક સુધી પત્ની અને પરિવારના સભ્ય સાથે વાત કરી હતી. પરિવારજનોએ તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી. કેજરીવાલે ઘર સિવાય દિલ્હી વિશે પૂછ્યું. પરિવારના સભ્યો કેજરીવાલની તબિયતને લઈને ચિંતિત જણાતા હતા.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!