Dark Mode
Image
  • Monday, 20 May 2024

દરરોજ ફક્ત 30 મિનિટ ચાલો,તે તમારા હૃદય અને મગજ પર આટલી અસર કરશ

દરરોજ ફક્ત 30 મિનિટ ચાલો,તે તમારા હૃદય અને મગજ પર આટલી અસર કરશ

સામાન્ય રીતે અમુક લોકો તમને એકદમ ફીટ રહેવા માટે કોઈ કસરત, ચાલવાની કે દોડવાની સલાહ આપતુ હોય છે. તમે પણ જાણો છો કે રોજ વ્યાયામ કરીને સ્વસ્થ, ફીટ રહી શકાય છે છતા પણ તમે આળસને કારણે શારીરિક વ્યાયામ કરવાનું ટાળતા હોવ છો.શું તમે જાણો છો કે મોટાપો દૂર કરવો હોય કે ડાયબિટીસ જેવી બિમારીથી છૂટકારો મેળવવો હોય દરેક રોગ માટે કસરત એક અકસીર દવા સાબિત થઈ શકે છે. જે સતત દોડધામ જેવી શારીરિક ગતિવિધીઓમાં સક્રિય રહે છે તે લાંબુ આયુષ્ય ભોગવે છે.

 

 

-- 1 કાર્ડિયો વેસ્ક્યુલર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક :- જો તમે દરરોજ નિયમિતપણે ચાલો છો , તો હૃદય અને ફેફસાં યોગ્ય રીતે કાર્ય કરશે કારણ કે આ કસરત રક્તવાહિની તંત્રને મજબૂત બનાવે છે. આ હૃદયના સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે જે રક્ત પરિભ્રમણને સુધારે છે.

 

 

--  વજન ઓછું થશે :- દરરોજ ચાલવું એ કેલરી બર્ન કરવા અને સ્વસ્થ વજન જાળવવાની શ્રેષ્ઠ રીત છે. રોજ ચાલવાથી તમારા શરીરમાં જામેલ ચરબી ઘટવા લાગે છે. રોજ ચાલવાથી પેટની ચરબી તો ઘટે જ છે પણ સાથે સાથે મેદસ્વીતા ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.

 

 

-- બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે :- આજકાલ મોટાભાગના લોકોમાં બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય જોવા મળે છે. બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે લોકો કેટલા પ્રકારની દવાઓનું સેવન કરે છે. પરંતુ શુ તમે જાણો છો કે ચાલવાથી તમારી આ સમસ્યા પણ દૂર થઇ શકે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. માનસિક સ્વાસ્થ્ય સુધરશેરોજ ચાલવાથી તમને ઘણા માનસિક સ્વાસ્થ્ય લાભો પણ છે. જે તમને તણાવ, ચિંતા અને નિરાશા લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે. નિયમિત ચાલવાથી તમારો મૂડ પણ સારો રહે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!