Dark Mode
Image
  • Wednesday, 15 May 2024

જાવેદ અહેમદ મટ્ટુ, વોન્ટેડ હિઝબુલ આતંકી, દિલ્હીમાં ઝડપાયો

જાવેદ અહેમદ મટ્ટુ, વોન્ટેડ હિઝબુલ આતંકી, દિલ્હીમાં ઝડપાયો

જાવીદ અહેમદ મટ્ટુ પર જમ્મુ કાશ્મીરમાં ઘણી આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનો આરોપ છે. જાવેદ અહેમદ મટ્ટુએ જમ્મુ-કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીન માટે ઘણી આતંકવાદી પ્રવૃત્તિઓ કરી હતી.

 

જમ્મુ-કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીનનો વોન્ટેડ આતંકી જાવેદ અહેમદ મટ્ટુ ગુરુવારે દિલ્હીમાં પકડાયો હતો.

 

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તેની ધરપકડ કરી હતી. પોલીસ ટીમે મટ્ટુ પાસેથી એક પિસ્તોલ, મેગેઝિન અને ચોરીની કાર મળી આવી હતી.

 

 

મટ્ટુ પર જમ્મુ-કાશ્મીરમાં ઘણી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવવાનો આરોપ છે અને સુરક્ષા એજન્સીઓની યાદીમાં તે ખીણના ટોચના 10 લક્ષ્યોમાં સામેલ હતો. તેના માથા પર ૧૦ લાખ રૂપિયાનું ઇનામ હતું.

 

મટ્ટુ સોપોરનો રહેવાસી છે અને ઘણી વખત પાકિસ્તાન જઈ ચૂક્યો છે. ગયા વર્ષે, સ્વતંત્રતા દિવસ પહેલા, એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં મટ્ટુનો ભાઈ સોપોરમાં તેના ઘરે ત્રિરંગો લહેરાવતો જોવા મળી રહ્યો છે.

 

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!