Dark Mode
Image
  • Sunday, 28 April 2024

CAA પર અમેરિકાના નિવેદનને લઇને ભારતનો જવાબ ‘CAA ભારતનો આંતરિક મામલો

CAA પર અમેરિકાના નિવેદનને લઇને ભારતનો જવાબ ‘CAA ભારતનો આંતરિક મામલો

CAA પર અમેરિકાની ટિપ્પણીનો ભારતે વળતો જબરજસ્ત જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, CAA એ ભારતનો આંતરિક મામલો છે. CAAના અમલ અંગે અમેરિકાનું નિવેદન ખોટું અને અયોગ્ય છે.

 

 

-- શું કહ્યુ હતું અમેરિકાએ? :- ભારતીય વિદેશ મંત્રાલયની આ પ્રતિક્રિયા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એ નિવેદન પર આવી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે અમે 11 માર્ચની નાગરિકતા સંશોધન કાયદાની સૂચનાથી ચિંતિત છીએ. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું હતું કે, અમે આ એક્ટને કેવી રીતે લાગુ કરવામાં આવશે તેના પર ખુબજ ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છીએ. મિલરે કહ્યું હતું કે, ધાર્મિક સ્વતંત્રતાનું સન્માન અને તમામ સમુદાયો માટે કાયદા હેઠળ સમાન વ્યવહાર એ મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો છે.

 

 

-- ભારતે અમેરિકાના નિવેદનને અયોગ્ય ગણાવ્યું :- યુએસના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 એ ભારતનો આંતરિક મામલો છે અને તેના અમલીકરણ અંગે યુનાઇટેડ સ્ટેટ્સનું નિવેદન ખોટું, ખોટી માહિતીવાળું અને અયોગ્ય છે.

 

 

-- CAA માનવ અધિકારોનું સમર્થન કરે છેઃ રણધીર જયસ્વાલ :- વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "અધિનિયમ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિંદુ, શીખ, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયોના અત્યાચારનો ભોગ બનેલા લઘુમતીઓને સુરક્ષિત આશ્રય આપે છે, કે જેઓ 31 ડિસેમ્બર, 2014 ના રોજ અથવા તે પહેલાં ભારતમાં આવ્યા હતા." CAA નાગરિકતા આપે છે, તે કોઈની નાગરિકતા છીનવી લેશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, CAA માનવીય ગૌરવ પ્રદાન કરે છે અને માનવ અધિકારોનું સમર્થન કરે છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!