Dark Mode
Image
  • Monday, 20 May 2024

ભારત vs સાઉથ આફ્રિકા, વર્લ્ડ કપ 2023 અપડેટ્સ: વર્લ્ડ કપમાં ભારતનો સતત આઠમો વિજય

ભારત vs સાઉથ આફ્રિકા, વર્લ્ડ કપ 2023 અપડેટ્સ: વર્લ્ડ કપમાં ભારતનો સતત આઠમો વિજય

ભારત vs સાઉથ આફ્રિકા, વર્લ્ડ કપ 2023: આજે રમાયેલી વર્લ્ડ કપની ભારત vs સાઉથ આફ્રિકા મેચમાં રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી. ભારતે સાઉથ આફ્રિકાને 243 રનથી હરાવ્યું. 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ભારતનો સતત આઠમો વિજય.

 

આજે ભારત માટે એક પ્રભાવશાળી જીત થઇ છે. તેઓ દક્ષિણ આફ્રિકાને 243 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં નંબર-1 ફિનિશ પણ નક્કી કરી લીધું છે. એટલે કે સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ચોથા ક્રમની ટીમ સામે થશે. વિરાટ કોહલીના 101 અણનમ અને રવિન્દ્ર જાડેજાની 5 વિકેટ કોલકાતામાં ટીમને ચમકાવવામાં મદદ કરે છે.

 

 

વિરાટ કોહલીની રેકોર્ડ 49મી સદીના કારણે કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 326 રન બનાવ્યા હતા. કોહલીએ અણનમ 101 રન ફટકારતાં સચિન તેંડુલકરના 49 વન ડે સદીના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. શ્રેયસ અય્યરે 77 રન બનાવ્યા હતા.

 

 

જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 27.1 ઓવરમાં 83 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીને 2 અને કુલદીપ યાદવને 2 વિકેટ મળી હતી. ભારત 20 વર્ષ બાદ એક વર્લ્ડ કપમાં સતત આઠ મેચ જીત્યું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2003ના વર્લ્ડ કપમાં એક પછી એક 8 મેચ જીતી હતી.

 

327 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરુઆત કંગાળ રહી હતી. ટીમે પ્રથમ પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવીને 35 રન બનાવ્યા હતા. જસપ્રિત બુમરાહે પ્રથમ ઓવરમાં દબાણ બનાવ્યું હતું અને માત્ર ૨ રન આપ્યા હતા. આ દબાણનો ફાયદો સિરાજની પહેલી ઓવરમાં મળ્યો હતો. તેણે ઓપનર ક્વિન્ટન ડી કોક (5 રન)ને બોલ્ડ કર્યો હતો. સિરાજ બાદ જાડેજાએ પોતાની પહેલી ઓવરમાં કેપ્ટન ટેમ્બા બાવુમા (11 રન)ને બોલ્ડ કર્યો હતો અને શમીએ પોતાની પહેલી જ ઓવરમાં એડન માર્કરામ (9 રન)ને કેએલ રાહુલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.

 

 

ભારતે સતત બીજી વખત 300 રન બનાવ્યા, ટોસ જીતીને બેટિંગ કરતા ભારતીય ટીમે ટોસ જીતીને કોલકાતામાં બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 326 રન બનાવ્યા હતા. વિરાટની સદી ઉપરાંત શ્રેયસ અય્યર અને રોહિત શર્માએ શાનદાર ઈનિંગ રમી હતી.

 

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!