Dark Mode
Image
  • Monday, 20 May 2024

અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને સ્વતંત્રતા દિવસની ભેટ: પ્રતિકિલો ફેટે રૂપિયા 30 નો વધારો

અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને સ્વતંત્રતા દિવસની ભેટ: પ્રતિકિલો ફેટે રૂપિયા 30 નો વધારો. અમૂલ ડેરી દ્વારા તારીખ 11/08/2023 ના સવારથી જ દૂધ ઉત્પાદકોને ચૂક્વવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 30 નો વધારો કરવામાં આવશે.

 

આણદ, ગુજરાત

            આણદમાં અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને સ્વતંત્રતા દિવસની ભેટ આપવામાં આવી છે અમૂલ ડેરી દ્વારા તારીખ 11/08/2023 ના સવારથી જ દૂધ ઉત્પાદકોને ચૂક્વવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 30 નો વધારો કરવામાં આવશે...આમ દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 820 થી વધારી 850 આપવામાં આવશે...આ વર્ષે પશુઓના ખોરાકના ખર્ચમાં અંદાજીત 15 થી 20% જેટલો વધારો થયેલ છે.... જેથી ઘાસચારા સાથે દાણના ભાવમાં પણ વધારો થવાથી પશુપાલકોને આર્થિક ભારણ વધેલ છે જેને ધ્યાનમાં લઈ અમૂલ ડેરી આણંદ દ્વારા દૂધની ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 30 નો વધારો કરવાનો નિર્ણય કરેલ છે...

 

 

અમુલને 11થી 12 કરોડ રૂપિયા વધુ ચુકવવાના થશે


દૂધની ખરીદ કિંમતમાં પ્રતી કિલો ફેટ રૂપિયા 20નો વધારો થતાં પહેલા પ્રતી કિલોફેટ 780 થી વધીને નવો ભાવ 800 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવામાં આવશે. જેનાથી પ્રતિમાસ અમુલ ડેરીના વધારાનું 11 થી 12 કરોડ રૂપિયા પશુપાલકો ને વધુ ચૂકવાશે. જેનાં કારણે પશુપાલકો વધુ આર્થિક મદદ મળી રહેશે તેવી આશા ચેરમેન રામસિંહ પરમાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. વધુમાં ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, “અમુલ ડેરી માં ગત વર્ષની સરખામણી માં દૂધની આવક માં 9 ટકાનો ઘટાડો નોંધાયો, આ વર્ષે શિયાળામાં પણ દૂધની આવકમાં ઘટાડો થતા તે અમુલ ડેરીની માટે ચિંતા નો વિષય છે, તેમ છતાં પશુપાલકોની માંગ અને જરૂરિયાતને પૂર્ણ કરવા માટે અમુલ ડેરી દ્વારા વર્ષ 2022 માં ચોથી વખત ભાવ વધારો આપવમાં આવ્યો છે.

 

 

  • અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને સ્વતંત્રતા દિવસની ભેટ
  • ગુજરાતના મહીસાગર જીલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો
  • પ્રતિકિલો ફેટે રૂપિયા ૩૦ નો વધારો કરવામાં આવશે

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!