Dark Mode
Image
  • Tuesday, 21 May 2024

ઉત્તરાખંડની રેલીમા PM મોદીએ વિરોધીઓ પર કર્યા પ્રહાર, કહ્યું આવું કહેનારાઓને વીણી વીણીને સાફ કરી દો

ઉત્તરાખંડની રેલીમા PM મોદીએ વિરોધીઓ પર કર્યા પ્રહાર, કહ્યું આવું કહેનારાઓને વીણી વીણીને સાફ કરી દો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના રૂદ્રપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવવાની સાથે વિપક્ષી પાર્ટીઓ પર પણ જોરદાર પ્રહારો કર્યા હતા.


તેમણે કહ્યું કે ઉત્તરાખંડના લોકોનું વીજળીનું બિલ શૂન્ય બને તે સુનિશ્ચિત કરવા માટે, પ્રધાનમંત્રી સૌર ઉર્જા કાર્યક્રમ હેઠળ, તમારા ઘરની છત પર સૌર ઉર્જા લગાવવામાં આવશે, જેના કારણે તમારા ઘરનું બિલ શૂન્ય થઈ જશે. . છેલ્લા દસ વર્ષમાં જે કંઈ પણ થયું છે તે માત્ર ટ્રેલર છે, હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. મોદીનો જન્મ મોજ-મસ્તી કરવા માટે નહીં, પણ મહેનત કરવા માટે થયો છે. 10 વર્ષમાં જે વિકાસ થયો છે તે માત્ર ટ્રેલર છે. આપણે દેશને ખૂબ આગળ લઈ જવાનો છે.

 

-- કોંગ્રેસે ટુકડા કરનાર વ્યક્તિને ટિકિટ આપી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- કોંગ્રેસે વિભાજન કરનારાઓને ટિકિટ આપી છે. કોંગ્રેસે વિપિન રાવતનું અપમાન કર્યું હતું. તેઓ દેશભક્તિના વિચારને સ્વીકારતા નથી, કોંગ્રેસ તુષ્ટિકરણના દળદળમાં એટલી ડૂબી ગઈ છે કે તે દેશ માટે વિચારી પણ શકતી નથી.

 

-- આગ લગાડવાની વાત કરનારાઓને વીણી વીણીને ખતમ કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગઠબંધન પર રાજકીય હુમલો કરતા કહ્યું કે વિપક્ષ 10 વર્ષથી સત્તાથી બહાર છે અને આગ લગાડવાની વાત કરવા લાગ્યા છે. આવા લોકોને વીણી વીણીને ખતમ કરો.આ વખતે તેમને મેદાનમાં ન રહેવા દો.કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ દક્ષિણ ભારતને અલગ કરવાની વાત કરી હતી. તમે મને કહો કે દેશના ભાગલા પાડનારાઓને સજા થવી જોઈએ કે નહીં.

 

-- 'દેવભૂમિના આશીર્વાદ મારી શક્તિ છે'.

રૂદ્રપુરમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જનતા મોદી-મોદીના નારા લગાવી રહી છે. દેવભૂમિના આશીર્વાદ મારી શક્તિ છે. હું જ્યારે પણ ઉત્તરાખંડની ધરતી પર આવું છું ત્યારે મને ઘણી રાહત થાય છે. આપણે ઉત્તરાખંડનો વિકાસ કરીને ઉત્તરાખંડને આગળ લઈ જવાનું છે. હું દેવભૂમિનું ધ્યાન કરીને જ ધન્ય બની જાઉં છું.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!