Dark Mode
Image
  • Saturday, 04 May 2024

ચૂંટણીમાં ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમના દુરૂપયોગને રોકવા માટે RBI એકશનમાં,પેમેન્ટ કંપનીઓને આપી આ સૂચના

ચૂંટણીમાં ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમના દુરૂપયોગને રોકવા માટે RBI  એકશનમાં,પેમેન્ટ કંપનીઓને આપી આ સૂચના

આરબીઆઇનું માનવું છે કે ચૂંટણી દરમ્યાન મતદાતાઓને પ્રભાવિત કરવા માટે કે ચૂંટણીમાં ઉભા રહેતા ઉમેદવારોને પૈસા આપવા માટે ફંડ ટ્રાન્સફર માટે ઓનલાઇન પેમેન્ટનો ઉપયોગ થઇ શકે ચે.

 

-- શું કહ્યું રિઝર્વ બેંકે ? :- રિઝર્વ બેંકે આ ઓનલાઈન પેમેન્ટ કંપનીઓ પાસે હાલની ચૂંટણી વખતે હાઈ વેલ્યૂ વાળા મર્ચન્ટ પેમેન્ટની દેખરેખ રાખવા અને રિપોર્ટ કરવા માટે કહ્યું છે. એવું એટલા માટે કારણ કે પૈસાથી વોટ ખરીદવાની કોઈ પણ કવાયત પર રોક લગાવી શકે.

 

 

-- ઈ-ફંડ ટ્રાન્સફર સિસ્ટમનો દુરુપયોગ રોકવા પ્રયાસ :- રિઝર્વ બેંકની તરફથી પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સને પત્ર લખવામાં આવ્યો છે.. પત્રમાં મતદાતાઓને પ્રભાવિત કરવા કે પરોક્ષ રીતે ચૂંટણી ઉમેદવારોને ધન આપવા માટે ઈ-ફંડ ટ્રાન્સફર સિસ્ટમના સંભવિત દુરૂપયોગને રોકવા માટે કહેવાયું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે વોટરને પ્રભાવિત કરવા માટે પેમેન્ટની વિવિધ રીતનો ઉપયોગ કરવામાં આવી શકે છે. બની શકે છે કે કોઈ ઉમેદવાર કે રાજનૈતિક પક્ષ ઓનલાઈન રીતે વોટર્સને પૈસા ટ્રાન્સફ કરે જેથી તે મતદાતા કોઈ ખાસ ઉમેદવારના પક્ષમાં વોટ આપે.

 

-- રીઝર્વ બેંકે ચૂંટણી પંચની ચિંતાનો આપ્યો હવાલ :- સેન્ટ્રલ બેંકે પોતાના આદેશમાં ભારતીય ચૂંટણી આયોગ દ્વારા દર્શાવવામાં આવેલી ચિંતાઓનો હવાલો આપ્યો છે. તેમણે પેમેન્ટ કંપનીઓને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરવા અને સંબંધિત અધિકારીઓને રિપોર્ટ કરવા માટે પણ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી વખતે કેશનું ચલન ઐતિહાસિક રીતે વધી ગયું છે. આરબીઆઈએ બેંકોને સામાન્ય રીતે કેશના ટ્રાન્ઝેક્શન પર નજર રાખવાનો આદેશ આપ્યો છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!