Dark Mode
Image
  • Monday, 20 May 2024

મધ્યપ્રદેશમાં બાઇક સવાર શખ્સોએ ધોળે દિવસે મહિલાનું કર્યું અપહરણ

મધ્યપ્રદેશમાં બાઇક સવાર શખ્સોએ ધોળે દિવસે મહિલાનું કર્યું અપહરણ

હાલમાં જ પોતાના કાકા અને કાકી સાથે ગ્વાલિયર પહોંચેલી આ મહિલાને બળજબરીથી બે શખ્સો ઉઠાવી ગયા હતા, અને જેઓ ઝડપથી બાઇક પર ત્યાંથી ફરાર થઇ ગયા હતા. અપહરણ ઘટના સ્થળે સ્થાપિત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું.

 

આ ઘટના સોમવારે સવારે બની હતી. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બે અજાણ્યા શખ્સોએ ધોળા દિવસે એક મહિલાનું અપહરણ કર્યું હતું. અપહરણ ઘટના સ્થળે સ્થાપિત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું.

 

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પેટ્રોલ પંપ પાસે રાહ જોઈ રહેલો બાઈક સવાર છે, જ્યારે અન્ય એક વ્યક્તિ એક મહિલાને ઢસડીને જબરદસ્તીથી બાઈકની પાછળની સીટ પર બેસાડતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ બીજો માણસ પણ બાઇક પર બેસવાનો પ્રયત્ન કરતો જોવા મળે છે, પરંતુ તે થોડા અંતર સુધી બાઇકનો પીછો કરે છે.

 

મહિલાના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે તેઓ સવારે ગ્વાલિયર પહોંચ્યા હતા. પરિવાર બસ સ્ટોપ પર ઉતર્યા બાદ મહિલા પોતાની સાથે મુસાફરી કરી રહેલા એક નાના બાળકને પેટ્રોલ પંપ પાસે શૌચાલયનો ઉપયોગ કરવા માટે લઇ ગઇ હતી.

 

 

પરિવારના એક સભ્યએ કહ્યું, "બાળક દોડતો આવ્યો, કહ્યું કે કોઈ તેની બહેનને લઈ ગયું છે... મેં એક માણસને બાઇકની પાછળ દોડતો જોયો. બરાબર બેઠી પણ ન હતી મહિલા, રડી રહી હતી... પેટ્રોલ પંપની નજીકના લોકોએ પણ તેના રડવાનો અવાજ સાંભળ્યો."

 

પરિવારે તાત્કાલિક પોલીસને અપહરણની જાણ કરી હતી. સહાયક પોલીસ અધિક્ષક (એએસપી) ઋષિકેશ મીણાના જણાવ્યા અનુસાર, બસમાંથી ઉતર્યા બાદ પરિવાર પેટ્રોલ પંપ પર રોકાયો હતો. જ્યારે તેઓ પોતાનો સામાન ઉતારતા હતા, ત્યારે બદમાશોએ મહિલાને પકડી લીધી હતી અને તેમની મોટરસાયકલ પર ભાગી ગયા હતા.

 

 

આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે માહિતી મળતાં જ તાત્કાલિક ગુનેગારોની શોધખોળ શરૂ કરી હતી.

 

"પેટ્રોલ પંપ પરથી મળેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ પણે અપહરણ જોવા મળે છે. ઋષિકેશ મીનાએ જણાવ્યું હતું કે અમે ગુનેગારોને ઓળખવા અને તેમને પકડવા માટે ખંતપૂર્વક કામ કરી રહ્યા છીએ.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!