Dark Mode
Image
  • Monday, 20 May 2024

જો તમારા પેશાબનો રંગ બદલાયેલો આવે છે તો તે કેટલીક બીમારીના સંકેત હોઈ શકે

જો તમારા પેશાબનો રંગ બદલાયેલો આવે છે તો તે કેટલીક બીમારીના સંકેત હોઈ શકે

જ્યારે માણસ બીમાર પડે છે ત્યારે તેના શરીરમાં કેટલાક ફેરફારો આવે છે, તે ફેરફાર આંતરીક અને બહારના હોય છે. બીમાર પડવા પર કેટલાક સંકેતો આપણને દેખાવા લાગે છે. તેમાનો એક સંકેત છે તમારા પેશાબનો કલર. પેશાબના કલર પરથી પણ માલુમ કરી શકાય છે કે, તમારુ શરીર અંદરથી હેલ્થી છે કે બીમાર.જો પેશાબનો કલર ચોક્કસ રંગનો હોય તો બીમારીનો સંકેત હોય છે.પેશાબનો બદલાયેલો કલર શરીરમાં વિટામીન, ખનીજની ઉણપ, કોઈ ઈન્ફેક્શનનો સંકેત હોઈ શકે છે. જેથી બદલાયેલા કલરને નજરઅંદાજ ન કરવો જોઈયે. અમે તમને અહીંયા એ જણાવશું કે પેશાબનો કલર કેવો હોવો જોઈયે અને કેવા કલરનો પેશાબ ખરાબ સ્વાસ્થ્ય કે કોઈ બીમારીની નિશાની છે.

 

-- સ્પષ્ટ પીળો :- ચોખ્ખા પીળા કલરનો પેશાબ આવવુ તે સ્વસ્થ્ય શરીરની નિશાની છે. સાફ પીળા રંગનુ યૂરીન એ તરફ ઈશારો કરે છે કે, શરીરમાં પુરતા પ્રમાણમાં પોષક તત્વો સામેલ છે. જેથી આને ચિંતાનો વિષય નથી મનાતો.

 

-- ઘાટ્ટા પીળો કલર :- સરસવના તેલ જેવા કલરનો પેશાબ આવવુ તે કિડનીની બીમારીના સંકેત હોઈ શકે છે. આવા કલરની સાથે પેશાબમાંથી વાસ પણ આવે છે. જો તમારો પેશાબ ઘાટ્ટો પીળો આવે છે તો તે જોન્ડિસના લક્ષણો પણ હોઈ શકે છે. ડિહાઈડ્રેશનના કારણે પણ ઘાટ્ટા પીળા કલરનો પેશાબ આવી શકે છે. જેથી તમારે ચેતી જઈને ડૉક્ટરને બતાવવુ જોઈયે.

 

-- સફેદ કલર :- જો તમારો પેશાબ એકદમ સફેદ છે તો આ પણ શરીરનો સારો સંકેત નથી માનવામાં આવતો. યૂરિનમાં જરુર કરતા વધુ પાણીની માત્રા હોવાથી સફેદ પેશાબ આવી શકે છે. યૂરિનમાં પાણીનું પ્રમાણ વધવાથી કિડની પર જોર પડે છે.

 

-- આછો વાદળી :- આવા કલરનો પેશાબ આવવો તે બેક્ટેરિયલ ઈન્ફેક્શન હોવાની નિશાની છે. સિસ્ટાઈટિસ બ્લેડર ઈન્ફેક્શન અને યૂરેથ્રાઈટિસ ઈન્ફેક્શન થવાના કારણે આછા વાદળી કલરનો પેશાબ આવે છે. જેમાં તમને પેશાબ કરતી વખતે જલન અને દુખાવો થઈ શકે છે.

 

-- પેશાબમાં બ્લિડિંગ :- પેશાબમાં બ્લિડિંગ આવવુ તે હિમેચુરિયા નામની બીમારીનો સંકેત છે. આ બીમારીના ચાર જેટલા લક્ષણો છે. જેમાં પેશાબ વખતે લોહી આવવુ તે લક્ષણ પણ સામેલ છે. આ સિવાય યૂરિનરી ટ્રેક ઈન્ફેક્શનના કારણે પણ બ્લીડિંગની સમસ્યા રહે છે. જેમાં તમને જલન અને દર્દ પણ થાય છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!