ત્વચા અને વાળને ચમકદાર બનાવવા હોય તો આ ફૂડ જરૂર ખાઓ, માનસિક સ્વાસ્થ્ય પણ સુધરશે
-- વિટામિન-ઈ આંખ અને વાળને હેલ્ધી રાખવા માટે જરૂરી છે. શરીરમાં તેની ઉણપ હોય તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે :
ચહેરાની ચમક વધારવા અને ફ્લોલેસ સ્કિન મેળવવા માટે લોકો ઘણાં નુસખા અપનાવતા હોય છે. તેમાં ઘરેલુ માસ્કથી કરીને મોંઘા પ્રોડક્ટ્સ સામેલ હોય છે. જોકે, ચહેરાની ખરેખર ચમક તમારા શરીરના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે તે બાબત ઘણાં લોકો નજરઅંદાજ કરે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન, કાર્બોહાઈડ્રેટ, મિનરલ વગેરે જરૂરી છે. આ પોષક તત્વોમાં વિટામિન-ઈ આપણા સ્વાસ્થ્ય, ખાસ તો સ્કિન માટે બહુ જરૂરી માનવામાં આવે છે.
-- વિટામિન-ઈનું મહત્વ :- વિટામિન-ઈ આંખ અને વાળને હેલ્ધી રાખવા માટે જરૂરી છે. શરીરમાં તેની ઉણપ હોય તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેની ઉણપથી માનસિક બીમારી પણ થઈ શકે છે. એટલે આખા શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન-ઈ મહત્વનું છે.
-- વિટામિન-ઈથી ભરપૂર ફૂડ :- સૂર્યમુખીના બીજ: સૂર્યમુખીના બીજમાં મોટી માત્રામાં વિટામિન ઇ હોય છે. તમે તેને સલાડ, શાકભાજી વગેરેમાં ઉમેરી શકો છો.
-- બદામ :- બદામમાં વિટામિન-ઈ ભરપૂર માત્રામાં જોવા મળે છે. બદામને આખી રાત પલાળીને બીજા દિવસે ખાવાથી વધુ ફાયદો મળે છે.વ્હીટ જર્મ ઓઈલ: વ્હીટ જર્મ ઓઈલમાં વિટામીન ઈ સૌથી વધુ જોવા મળે છે, એટલે તે વાળ અને ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે વાળને મજબૂત બનાવે છે અને ત્વચા પણ ચમકદાર બને છે.
-- હેઝલ નટ્સ :- હેઝલ નટમાં પણ વિટામિન ઈ પૂરતી માત્રામાં જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે કેક, બ્રાઉની વગેરેમાં ઉમેરીને તેનું સેવન કરી શકો છો.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!