Dark Mode
Image
  • Monday, 20 May 2024

68ની વયે પરેશ રાવલ અને અનુપમ ખેર પોતાને કઈ રીતે ફિટ રાખે છે? વર્કઆઉટ વિડીયો થયા વાયરલ

68ની વયે પરેશ રાવલ અને અનુપમ ખેર પોતાને કઈ રીતે ફિટ રાખે છે? વર્કઆઉટ વિડીયો થયા વાયરલ

અનુપમ ખેરે ખભાની ઈજામાંથી રિકવર થયા બાદ ફરી વર્કઆઉટ શરુ કર્યું હતું. તો પરેશ રાવલ દીકરા સાથે ટ્રેઈન થયા હતા.

 

અભિનેતા અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તેઓ પોતાની ફિલ્મો, મોટીવેશનલ ક્વોટ્સથી માંડીને ફિટનેસ વિડીયો પણ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે બેક વર્કઆઉટનો વિડીયો પોસ્ટ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તો બીજી તરફ અન્ય દિગ્ગજ અભિનેતા પરેશ રાવલનો પણ જિમમાં પરસેવો પાડતો વિડીયો સામે આવ્યો હતો. આ બંને અભિનેતાની ઉંમર   68 વર્ષની છે અને તેઓ ફિટનેસ મામલે અન્યોને પ્રેરિત કરી રહ્યા છે.

 

અનુપમ ખેરે લખ્યું- ‘બેક ટુ માય બેક’

 

અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કરીને કેપ્શન અપાયું હતું કે- ‘બેક ટુ માય બેક’. આ વર્કઆઉટ વિડીયોમાં તેમણે ટોન્ડ બેક બતાવી છે. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, ખભાની ઈજાને કારણે તેમણે પાંચ મહિનાનો બ્રેક લીધો હતો અને રિકવરી બાદ તેઓ ફરી જિમમાં વર્કઆઉટ કરવા આવી ગયા છે.

શૂટ દરમિયાન થઈ હતી ઈજા

અનુપમ ખેરે પોતાના ચાહકોને જણાવ્યું હતું કે, ‘વિજય 69 ફિલ્મના શૂટિંગ વખતે મારા જમણા ખભામાં ઈજા થઈ હતી, જેને લીધે મારે લગભગ પાંચ મહિના માટે કસરત કરવાનું છોડવું પડ્યું હતું. હવે મેં એકડેએકથી શરૂઆત કરી છે અને આ વિડીયો એટલે મૂક્યો છે જેથી મને જવાબદારીનો અનુભવ થાય અને સારા ફિઝીક માટે કામ કરું. મને શુભેચ્છા આપો અને થોડી તાકાત મોકલો. જય હો.’

પરેશ રાવલે દીકરા સાથે કર્યું વર્કઆઉટ

પરેશ રાવલ પોતાની ફિટનેસ જર્ની દીકરા સાથે શેર કરે છે. તાજેતરમાં તેઓ દીકરા આદિત્ય રાવલ સાથે ઈએમએસ વર્કઆઉટ કરતા જોવા મળ્યા હતા. નમ્રતા પુરોહિતના પિલાટેઝ સ્ટુડિયોમાં ઘણાં કલાકારો ટ્રેઈન થાય છે. પરેશ રાવલ પણ ત્યાં એક્સરસાઈઝ કરતા જોવા મળ્યા હતા.

68ની વયે પરેશ રાવલ અને અનુપમ ખેર પોતાને કઈ રીતે ફિટ રાખે છે? વર્કઆઉટ વિડીયો થયા વાયરલ

નમ્રતા પુરોહિતે વિડીયો શેર કરીને લખ્યું હતું  કે, ‘બે પેઢી, એક ઈલેક્ટ્રીફાઈંગ વર્કઆઉટ. પરેશ રાવલ અને આદિત્ય રાવલ તેમના એનર્જેટિક ઈએમએસ સેશન સાથે ફિટનેસ બોન્ડિંગને વ્યાખ્યાયિત કરી રહ્યા છે.’ ઈલેક્ટ્રીકલ મસલ સ્ટીમ્યુલેશન એટલે કે ઈએમએસ અંગે નમ્રતા પુરોહિતે લખ્યું હતું કે આના ફાયદા છે કે બે વ્યક્તિ સાથે વર્કઆઉટ કરે છે, પણ તેમના વ્યક્તિગત ફિટનેસ લેવલ અને લક્ષ્ય મુજબ ટ્રેઈન થાય છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!