Dark Mode
Image
  • Sunday, 19 May 2024

હૃદયની તંદુરસ્તી : હૃદયને સ્વસ્થ રાખવા માગતા હોતો ખાઓ આ ફળ અને શાકભાજી, ફિટનેસ પણ રહેશે

હૃદયની તંદુરસ્તી : હૃદયને સ્વસ્થ રાખવા માગતા હોતો ખાઓ આ ફળ અને શાકભાજી, ફિટનેસ પણ રહેશે

--  જો તમે હૃદયને સ્વસ્થ રાખવા માગતા હો, તો તમારા આહારમાં સુપરફૂડ્સ એવા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો :

 

આજકાલ વ્યક્તિને નાની ઉંમરે જ હૃદય સંબંધી બીમારીઓ થઈ રહી છે. ખાવા-પીવાની ખોટી આદતો, તણાવ અને બદલાતી જીવનશૈલી હૃદય સંબંધી બીમારીઓનું મુખ્ય કારણ છે. આજે લોકો કામમાં એટલા વ્યસ્ત છે કે શારીરિક પ્રવૃત્તિઓ કરવાનો પણ તેમને સમય નથી મળતો. આના કારણે અન્ય બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.જોકે, હેલ્ધી ઈટિંગ હેબિટ્સને કારણે પણ સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ ઓછી થઈ જાય છે. જો તમે હૃદયને સ્વસ્થ રાખવા માગતા હો, તો તમારા આહારમાં સુપરફૂડ્સ એવા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.

-- જાંબુ :- હૃદયના સારા સ્વાસ્થ્ય માટેતમે તમારા આહારમાં એન્ટીઓકિસડન્ટ ગુણોથી ભરપૂર જાંબુનો સમાવેશ કરી શકો છો. આ સ્વાદિષ્ટ ફળ ફાઈબર, ફોલેટ, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર છે. જાંબુમાં ચરબીનું પ્રમાણ પણ ઓછું હોય છે. નિયમિતપણે જાંબુ ખાવાથી તમે હૃદય સંબંધિત રોગોથી બચી શકો છો.

-- બ્રોકલી :- પોષક તત્વોથી ભરપૂર બ્રોકલી હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદરૂપ છે. તમે નિયમિતઆહારમાં બાફેલી બ્રોકલીનો સમાવેશ કરી શકો છોઅને સલાડમાં પણ ખાઈ શકો છો. આ શાકભાજી કોલેસ્ટ્રોલના સ્તરને સામાન્ય બનાવવામાં મદદ કરે છે, જે હૃદયની બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે.

-- પાલક :- પાલક સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. લીલા પાંદડાવાળી પાલકમાં વિટામિન સી, કેલ્શિયમ, વિટામિન બી6, મેગ્નેશિયમ, આયર્ન જેવા પોષક તત્વો હોય છે. તમે પાલકનું સૂપ અથવા જ્યુસ પી શકો છો અથવા તેને રાંધીને શાકભાજી તરીકે ખાઈ શકો છો.

-- ટામેટા :- ટામેટા કોઈપણ શાકભાજીનો સ્વાદ વધારે છે. ટામેટામાફાઈબર,પોટેશિયમ,વિટામિન સી, ફોલેટ અને અન્ય ઘણા પોષક તત્વો જોવા મળે છે. જે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. ભોજનમાં રોજિંદા ધોરણે ટામેટાં ખાવાથી તે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

-- લસણ :- લસણ માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતું પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો મળી આવે છે,જે હૃદય રોગથીબચાવે છે. લસણ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે, જેનાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!