Dark Mode
Image
  • Monday, 29 April 2024

‘તેમનું મોત હાર્ટ અટેકથી નહીં પરંતુ પોઇઝન આપવાને કારણે થયું છે’ મુખ્તાર અંસારીના પુત્રનું નિવેદન

‘તેમનું મોત હાર્ટ અટેકથી નહીં પરંતુ પોઇઝન આપવાને કારણે થયું છે’ મુખ્તાર અંસારીના પુત્રનું નિવેદન

માફિયામાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીને ગુરુવારે તેમની તબિયત બગડતાં જિલ્લા જેલમાંથી રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. મુખ્તાર અંસારીના પુત્ર ઉમર અંસારીએ દાવો કર્યો છે કે તેમના પિતાને તેમના ભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું.

 

 

-----પેટ ફુલેલું હતું તો હાર્ટ અટેક કઇ રીતે હોઇ શકેઃ ઉમર અંસારી---

 

મને પ્રશાસન દ્વારા કંઈ કહેવામાં આવ્યું ન હતું, મને મીડિયા દ્વારા આ વિશે ખબર પડી... પરંતુ હવે આખો દેશ બધું જાણે છે... બે દિવસ પહેલા હું તેમને મળવા આવ્યો હતો, પરંતુ મને મંજૂરી આપવામાં આવી ન હતી. તબિયત ખરાબ હોવા છતાં તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતા. પેટ ફૂલેલું હતું તો હાર્ટ એટેક કેવી રીતે આવી શકે? વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેમનું પેટ ફૂલેલું હતું. તેમની હાલત ગંભીર હતી. તેમને ICUમાં દાખલ કરવા માટે લાવવામાં આવ્યા હતામ. પરંતુ 12-14 કલાક બાદ તેમને પાછા જેલમાં મોકલી દેવામાં આવ્યા.

----અમે ન્યાયતંત્રને શરણે જઇશુઃ ઉમર અંસારી---

મીડિયા સાથે વાત કરતા મુખ્તાર અંસારીના પુત્રએ કહ્યું કે, અમે પહેલા પણ સ્લો પોઈઝન આપવાની વાત કહી હતી અને આજે પણ કહીશું. તેમને 19 માર્ચે રાત્રિભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું. અમે ન્યાયતંત્રનું શરણ લઈશું, અમને તેના પર પૂરો વિશ્વાસ છે. પોસ્ટમોર્ટમ બાદ તેઓ અમને ડેડેબોડી આપશે પછી અમે આગળની પ્રક્રિયા કરીશું. પોસ્ટમોર્ટમ કરવા માટે પાંચ ડોક્ટરોની પેનલ બનાવવામાં આવી છે.

 

વાસ્તવમાં, મંગળવારે સવારે લગભગ 4 વાગ્યે, મુખ્તાર અંસારીને પેટમાં દુખાવો, પેશાબમાં સમસ્યા અને શૌચની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ અંસારીને રજા આપવામાં આવી હતી.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!