Dark Mode
Image
  • Monday, 20 May 2024

હાપા–બિલાસપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ઓખા સુધી લંબાવવામાં આવી

હાપા–બિલાસપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ઓખા સુધી લંબાવવામાં આવી

બુલેટિન ઈન્ડિયા દ્વારકા : કાંઠાળ ગામ ઓખાને વધુ એક લાંબા અંતરની ટ્રેન મળી છે. બિલાસપુર – હાપા સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન જે અગાઉ બિલાસપુરથી હાપા (જામનગર) વચ્ચે દોડતી હતી તે હવે બિલાસપુર અને ઓખા વચ્ચે શરૂ થઈ ગઈ છે.જામનગરનું પ્રતિનિધિત્વ કરતા લોકસભાના સભ્ય પૂનમબેન માડમે ઓખા રેલવે સ્ટેશન પર.

 

 

ઓખા સુધી બિલાસપુર-હાપા સુપરફાસ્ટ એક્સપ્રેસના વિસ્તરણને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે ૨૨૯૩૯ ઓખા – બિલાસપુર ટ્રેન ઓખા ખાતે શરૂ થઈ છે. અગાઉ આ ટ્રેન માત્ર હાપા અને બિલાસપુર વચ્ચે જ ચાલશે.આ ટ્રેન ઓખાથી દર શનિવારે સાંજે ૭.૦૫ કલાકે ઉપડશે અને છેવાડાના કાંઠાના સ્થળને ગુજરાત અને રાષ્ટ્રના બાકીના ભાગો સાથે જોડશે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!