Dark Mode
Image
  • Monday, 20 May 2024

ગુજરાત રાજ્ય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઐતિહાસિક વડનગરના વિવિધ સ્થળોની મુલાકાત લઈ અભિભૂત થયા

ગુજરાત રાજ્ય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઐતિહાસિક વડનગરના વિવિધ સ્થળોની મુલાકાત લઈ અભિભૂત થયા

રાજ્યપાલશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ઘર અને શાળાની તેમજ ઐતિહાસિક તાના-રીરી સમાધિ સ્થળની પણ મુલાકાત લીધી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ઐતિહાસિક વડનગરના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. વડનગરના ઇતિહાસ અને ગૌરવ વિશે જાણીને તેઓ અભિભૂત થયા હતા. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીએ આજે વડનગરમાં ઘાટકોલ ખાતે છઠ્ઠી શતાબ્દીના મળેલા બુદ્ધવિહાર, તાનારીરી સમાધિ સ્થળની મુલાકાત લઈને રસપૂર્વકમાહિતી મેળવી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગર ખાતે  તેમના નિવાસ સ્થાનની  મુલાકાત લીધી હતી. તેમણે વડાપ્રધાનશ્રી જ્યાં ભણ્યા હતા તે જૂની વડનગર કુમારશાળા નંબર ૧ -૨ ની પણ મુલાકાત લીધી હતી. તેમજ નિર્માણ પામી રહેલી નવી  શાળાની પણ મુલાકાત લીધી હતી.

ગુજરાત રાજ્ય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઐતિહાસિક વડનગરના વિવિધ સ્થળોની મુલાકાત લઈ અભિભૂત થયા

ઉત્ખનનમાં મળી આવેલા પૌરાણિક અવશેષો અને મ્યુઝિયમના નવા આકાર પામતા રૂપને પણ રાજ્યપાલ શ્રીએ નિહાળ્યું હતું.  આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયાના અભિજીત આંબેડકર પાસેથી તેમણે વિગતે માહિતી મેળવી હતી.  તેઓ આદિ-અનાદિ અનંત વડનગરની વિગતો જાણીને પ્રભાવિત થયા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સપ્તઋષિના આરે પણ ગયા હતા. ત્યાં તેમણે તળાવ અને ઋષિઓ વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ તેમણે  વડનગરના સુપ્રસિદ્ધ કીર્તિ તોરણની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ ૧૪મી સદીના સ્તૂપ વિશે માહિતગાર થયા હતા. વડનગર શહેરમાં ક્લોક ટાવરમાં આવેલી આર્ટ ગેલેરીની મુલાકાત લીધી હતી.

ગુજરાત રાજ્ય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઐતિહાસિક વડનગરના વિવિધ સ્થળોની મુલાકાત લઈ અભિભૂત થયા

શર્મિષ્ઠા તળાવના કિનારે આવેલા રાગોના થીમ પાર્કની પણ તેમણે મુલાકાત લીધી હતી. તેઓએ વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવમાં નૌકા વિહાર પણ કર્યો હતો. ભક્ત કવિ નરસિંહ મહેતા અને તેમની દીકરી શર્મિષ્ઠા વિશે પણ માહિતી મેળવી હતી.

આ પ્રવાસમાં તેમની સાથે અગ્રણી શ્રી રાજુભાઈ મોદી, ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, કલેક્ટર શ્રી એમ .નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. ઓમ પ્રકાશ,  વિસનગર પ્રાંત શ્રી દેવાંગભાઈ રાઠોડ પુરાતત્વ વિભાગના પ્રીતમ કુમાર ઉપસ્થિત હતા.

ગુજરાત રાજ્ય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઐતિહાસિક વડનગરના વિવિધ સ્થળોની મુલાકાત લઈ અભિભૂત થયા

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!