Dark Mode
Image
  • Friday, 17 May 2024

જવાનથી ગદર 2 સુધી: આ છે 2023ની ટોપ 10 ફિલ્મો, જાણો કયા ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકશો

જવાનથી ગદર 2 સુધી: આ છે 2023ની ટોપ 10 ફિલ્મો, જાણો કયા ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકશો

આ વર્ષની આઈએમડીબીની ટોપ 10 ફિલ્મો કઈ છે અને તમે કયા ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકો છો તે તમને જણાવી રહ્યાં છીએ.

 

IMDbએ 1 જાન્યુઆરીથી 6 નવેમ્બર, 2023 સુધીની 10 બેસ્ટ ફિલ્મોની જાહેરાત કરી છે. વિશ્વભરમાં IMDb યુઝર્સને કઈ ફિલ્મ વધુ ગમી એના પરથી આ યાદી તૈયાર કરવામાં આવી છે. આ યર-એન્ડ લિસ્ટ 200 મિલિયનથી વધુ મન્થલી વિઝિટરના રિયલ પેજ વ્યુઝ પર આધારિત છે. આ ફિલ્મો તમે કયા ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકશો એ પણ અમે તમને જણાવી રહ્યાં છીએ.

 

જવાન

 

એટલી નિર્દેશિત ફિલ્મમાં શાહરુખ ખાનને લઈને ઘણો ક્રેઝ જોવા મળ્યો હતો. જવાન આઈએમડીબીની ટોપ ફિલ્મ બની છે.આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે.

 

 

પઠાણ

 

શાહરુખ ખાનની અન્ય બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ એમેઝોન પ્રાઈમ વિડીયો પર અવેલેબલ છે. આ ફિલ્મમાં એસઆરકે જાસૂસની ભૂમિકામાં છે. તો દીપિકા પદુકોણ, જોન અબ્રાહમ પણ મહત્વના રોલમાં છે. સલમાન ખાનનો કેમિયો આ ફિલ્મનું આકર્ષણ હતું.

 

 

રોકી ઔર રાની કી પ્રેમ કહાની

 

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની રોમ-કોમ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થઈ છે. ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી સહિતના કલાકારો ધરાવતી ફિલ્મ આઈએમડીબી પર ત્રીજા ક્રમે છે.

 

 

લિયો

 

સાઉથ સુપરસ્ટાર થલપતિ વિજય સ્ટારર લિયોએ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. લોકેશ કાનગરાજ નિર્દેશિત આ ફિલ્મથી લોકેશ સિનેમેટિક યુનિવર્સ વિશે ઘણી ચર્ચા થઈ હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે.

 

 

ઓએમજી 2

 

અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ ‘ઓએમજી 2’એ આ વર્ષે બોલિવુડને એક સમજદાર ફિલ્મ આપી હતી. ફિલ્મમાં સેક્સ એજ્યુકેશન પર ભાર મૂકવામાં આવ્યો હતો. તમે આ ફિલ્મ હિન્દી અને અંગ્રેજી સબટાઈટલ સાથે Netflix પર જોઈ શકો છો.

 

 

જેલર

 

રજનીકાંતની જેલર એમેઝોન પ્રાઇમ વિડિયો પર હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં અંગ્રેજી સબટાઈટલ સાથે ઉપલબ્ધ છે. રજનીકાંતે ફિલ્માં એક નિવૃત્ત જેલરની ભૂમિકા ભજવી હતી.

 

 

ગદર 2

 

બોક્સ ઓફિસ પર ગદર મચાવનારી સની દેઓલની આ ફિલ્મ તમે ઝીફાઈવ પર જોઈ શકો છો. આ ફિલ્મ 2001ની ‘ગદર: એક પ્રેમ કથા’ની સિક્વલ છે.

 

 

ધ કેરલા સ્ટોરી

 

સુદીપ્તો સેન નિર્દેશિત અને અદા શર્મા અભિનીત આ ફિલ્મે તેના વિવાદાસ્પદ વિષયને કારણે હલચલ મચાવી હતી. તે ટૂંક સમયમાં ઝીફાઈવ પર રિલીઝ થશે તેવા અહેવાલ છે.

 

 

તૂ ઝૂઠી મૈં મક્કાર

 

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની તૂ ઝૂઠી મૈં મક્કાર નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. ફિલ્મમાં રણબીર-શ્રદ્ધાની કેમેસ્ટ્રી વખણાઈ હતી.

 

 

ભોલા

 

અજય દેવગણની ભોલા આઈએમડીબી પર 10મા ક્રમે છે અને તે એમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થઈ છે. આ ફિલ્મ જાણીતી સાઉથની ફિલ્મ ‘કૈથી’ની હિન્દી રિમેક છે.

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!