Dark Mode
Image
  • Tuesday, 30 April 2024

બહુચરાજીમાં ગંદકીને લઈ પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોર મેદાનમાં || Former MLA Bharat Thakor in the field over dirt in Bahucharaj ||

બહુચરાજીમાં ગંદકીને લઈ પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોર મેદાનમાં || Former MLA Bharat Thakor in the field over dirt in Bahucharaj ||

બહુચરાજીમાં ગંદકીને લઈ પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોર મેદાનમાં

 

બહુચરાજીમાં ગંદકીને લઈ પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોર મેદાનમાં આવ્યાં છે, અને આ મામલે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે... તે પત્રમાં તેમણે જણાવ્યું છે કે, બહુચરાજી શહેરમાં વરસાદી પાણીના નિકાલ તેમજ ભૂર્ગભ ગટરના ગંદા પાણીના નિકાલ માટે કોઈજ પ્રકારની વ્યવસ્થા નહી હોવાને કારણે અનેક જગ્યાએ ગટરો ખુલ્લી પડી છે...

 

ગંદકીની સમસ્યાને લઈ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

 

પિવાનું પાણી અને ગટરનું પાણી મીક્ષ થતું હોવાથી પાણીજન્ય રોગો ફાટી નીકળે તેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ બહુચરાજી શહેરમાં થવા પામી છે... જેના કારણે બહુચરાજીની જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે... અને પૂર્વ ધારાસભ્યએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

 

પાણીજન્ય રોગો ફાટી નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ

 

તંત્રને અનેક વખતે રજુઆત કરવાં છતાં આજદીન સુધી પાણી ખાલી કરવા કે કોઇ પ્રકારની દવાનો છંટકાવ કરવામાં આવેલ નથી... તો આપ સાહેબને મારી વિનંતિ છે કે, આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીને તાત્કાલિક સુચના આપીની બહુચરાજી શહેરની રહેણાંક વિસ્તારની સોસાયટીઆની મુલાકાત કરે, અને રોગચાળો ફાટી નીકળે તે પહેલાં અગમચેતીના પગલાં લઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવે... અને જો આમ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બહુચરાજીની દરેક જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે, અને તેની સંપુર્ણ જવાબદારી સરકારી તંત્રની રહેશે...

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!