Dark Mode
Image
  • Monday, 20 May 2024

અખરોટના વધુ પડતા સેવનથી સ્વાસ્થ્યને થાય છે નુકસાન,આ લોકોએ બિલકુલ ન ખાવા જોઈએ

અખરોટના વધુ પડતા સેવનથી સ્વાસ્થ્યને થાય છે નુકસાન,આ લોકોએ બિલકુલ ન ખાવા જોઈએ

-- અખરોટ ખાવાના ફાયદા તો અનેક છે, પણ કોઇપણ વસ્તુનું વધુ પડતું સેવન કરવાથી તે નુકસાનકારક સાબિત થઈ શકે છે :

 

અખરોટ સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે તે તો સૌ જાણે છે, પણ શું તમે એ જાણો છો કે અખરોટનું વધુ માત્રામાં સેવન કરવાથી ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે. અખરોટમાં વિટામિન, ફાઈબર, મેગ્નેશિયમ, એન્ટી-ઓક્સિડેંટ, વિટામિન ઈ વગેરે તત્વો હોય છે જે શરીર માટે બહુ લાભદાયી છે. ખાસ તો ડાયાબિટીસના દર્દીઓ માટે અખરોટનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. અખરોટમાં પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે જે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઘટાડીને ગુડ કોલેસ્ટ્રોલના નિર્માણમાં મદદ કરે છે. જોકે, અખરોટનું વધુ પડતું સેવન આ સમસ્યાઓ પેદા કરી શકે છે.

 

 

-- વજન વધવું :- અખરોટમાં કેલરી અને ફાઈબરની સારી માત્રા હોય છે જે વજન વધારવાનું કામ કરે છે. જો તમે જરૂરથી વધુ અખરોટનું સેવન કરો છો તો તમારું વજન વધી શકે છે.

 

 

-- એલર્જી :- ઘણાં લોકોને અખરોટથી એલર્જીની સમસ્યા થઈ શકે છે. જો તમને કોઈ પ્રકારની એલર્જી હોય તો અખરોટનું વધુ પડતું સેવન ન કરવું.

 

 

-- પેટ સંબંધી સમસ્યાઓ :- અખરોટનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં ખેંચાણ, ડાયરિયા અને બ્લોટિંગ થઈ શકે છે. આનું કારણ એ છે કે અખરોટમાં ફાયટીક એસિડ ભરપૂર માત્રામાં હોય છે અને એક દિવસમાં ઘણા બધા અખરોટ ખાવાથી ઝિંક, આયર્ન અને કેલ્શિયમ જેવા આવશ્યક સૂક્ષ્મ પોષકતત્વોના અવશોષણમાં સમસ્યા ઊભી થઈ શકે છે.

 

 

-- અલ્સર :- અખરોટ ખાવાથી પેટમાં ગરમી વધી શકે છે જેનાથી અલ્સરની સમસ્યા થઈ શકે છે. એટલે જો તમને પહેલાંથી જ આ સમસ્યા હોય તો અખરોટ ખાવાથી બચો. તો અખરોટની તાસીર ગરમ હોવાથી મોઢામાં છાલા પડી શકે છે.

 

 

-- સ્કિન રેશિઝ :- અખરોટનું વધુ માત્રામાં સેવન કરવાથી સ્કિન રેશિઝનું જોખમ પણ રહે છે. તેની છાલમાં એવા તત્વો જોવા મળે છે, જે ત્વચા પર લાલ રેશિઝ પેદા કરી શકે છે.

 

 

-- શ્વાસ સંબંધી સમસ્યાઓ :- અખરોટનું વધુ પડતું સેવન કરવાથી છાતીમાં ખેંચાણ અને શ્વાસ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

 

 

-- ગર્ભાવસ્થામાં નુકસાન :- ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે અખરોટનું વધુ પડતું સેવન નુકસાનકારક છે. તેનું મુખ્ય કારણ એ છે કે અખરોટમાં કેલરી અને હાઈ ફાઈબર હોય છે, જેનું વધુ પ્રમાણ ગર્ભવતી મહિલા અને બાળકના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!