Dark Mode
Image
  • Monday, 20 May 2024

PM મોદીને મળવા આવી રહ્યાં છે એલન મસ્ક

PM મોદીને મળવા આવી રહ્યાં છે એલન મસ્ક

બુલેટિન ઈન્ડિયા : ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે બુધવારે પોતાની પ્રથમ ભારત મુલાકાતની પુષ્ટિ કરતા કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ઉત્સુક છે. તેણે એક ટ્વીટમાં આ વાત કહી. હવે એલોન મસ્કની ભારત મુલાકાતને હવે કન્ફર્મ માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈલોન મસ્ક તેમની ભારતની પ્રથમ મુલાકાત વખતે દેશમાં ટેસ્લાના પ્રથમ પ્લાન્ટની જાહેરાત કરી શકે છે. રોયટર્સ અનુસાર, એલન મસ્ક 22 એપ્રિલે દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળશે. ભારતમાં ટેસ્લાની એન્ટ્રીની જાહેરાત કરવા ઉપરાંત, મસ્ક દેશ માટે ઓટોમોબાઈલ મેજરની યોજનાઓની વિગતો પણ જાહેર કરે તેવી અપેક્ષા છે.

 

 

ટેસ્લાના સ્થાપક એલોન મસ્ક વર્ષોથી ભારતીય બજારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સરકાર તેમની પાસેથી સ્થાનિક ઉત્પાદન માટે પ્રતિબદ્ધતા ઈચ્છે છે. ગયા વર્ષે જૂનમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા ત્યારે મસ્ક પણ તેમને મળ્યા હતા. કંપનીએ ગયા વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે તે 24,000 ડોલરની કિંમતની ઈવીનું ઉત્પાદન કરવા માટે ભારતમાં ફેક્ટરી બનાવવા ઈચ્છે છે.

 

 

ભારતીય બજારમાં તેની હાજરીને વિસ્તારવામાં ટેસ્લાની રુચિ વધુ તીવ્ર બની છે, કંપની સક્રિયપણે અત્યાધુનિક ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે યોગ્ય સ્થાન શોધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર અને ગુજરાતની બંને રાજ્ય સરકારોએ આ હેતુ માટે ટેસ્લાને આકર્ષક જમીન ઓફર કરી છે, જે ભારતના ઇલેક્ટ્રિક મોબિલિટી પરિદ્રશ્યમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!