Dark Mode
Image
  • Monday, 20 May 2024

એક થા અસલી ટાઈગર : સલમાન ખાનની ફિલ્મ આ ભારતીય જાસૂસ પર બની છે? રિઅલ સ્ટોરી સાંભળીને ચોંકી જશો

એક થા અસલી ટાઈગર : સલમાન ખાનની ફિલ્મ આ ભારતીય જાસૂસ પર બની છે? રિઅલ સ્ટોરી સાંભળીને ચોંકી જશો

-- રવિન્દ્ર કૌશિકના જીવને ઘણી હિંદી ફિલ્મોને પ્રોત્સાહિત કરી છે. સલમાન ખાનની ટાઈગર ફ્રેન્ચાઇઝીની ફિલ્મોમાં તેમના ટાઈગર નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે :

 

સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 હાલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે.ટાઇગર ફ્રેન્ચાઇઝીનો આ ત્રીજો ભાગ છે, જેમાં સલમાન અવિનાશ સિંહ રાઠોડ ઉર્ફે ટાઇગરની ભૂમિકા ભજવે છે. દિવાળીના તહેવારમાં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ દરમિયાન, મીડિયામાં એવા અહેવાલો છે કે ટાઇગરમાં સલમાન ખાને ભજવેલું પાત્ર એક ભારતીય જાસૂસથી પ્રેરિત છે અને ટાઇગરનો આ રોલ કાલ્પનિક નથી પણ રિયલ સ્ટોરી પરથી પ્રેરિત છે.

 

 

-- કોણ છે ‘ટાઈગર' રવિન્દ્ર કૌશિક? :- રવિન્દ્ર કૌશિકનો જન્મ 1952માં રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં એરફોર્સ ઓફિસર જેએમ કૌશિકના ઘરે થયો હતો. પોતાના કોલેજના દિવસો દરમિયાનરવિન્દ્ર થિયેટર અને ડિબેટમાં ભાગ લેતા હતા, જ્યાં ભારતીય ગુપ્તચર એજન્સી RAWની નજર તેમનાપર પડી હતી. ત્યારબાદ રવિન્દ્રને 2 વર્ષ માટે દિલ્હીમાં અંડરકવર એજન્ટ બનવાની તાલીમ આપવામાં આવી હતી, જ્યાં તેઓ ઉર્દૂ અને મુસ્લિમ તરીકે કેવી રીતે જીવવું તે શીખ્યા. રિપોર્ટ અનુસાર, તેમણે સુન્નત પણ કરાવી હતી, જેથી તે ત્યાંના લોકો સાથે સરળતાથી જોડાઈ શકે.

 

 

-- પાકિસ્તાની સેનામાં જોડાયા હતા :- એવું કહેવાય છે કે રવિન્દ્ર કૌશિકે પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી તેમને 1975માં પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા હતા, જ્યાં તેમણે નબી અહેમદ શાકિરના નામથી રહેવાનું શરૂ કર્યું. આ પછી તેમણે કરાચી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને પાકિસ્તાની સેનામાં જોડાયા. 1975-83 સુધીરવિન્દ્ર પાકિસ્તાનમાં ભારતના શ્રેષ્ઠ જાસૂસોમાંથી એક હતા. એટલું જ નહીં, તેઓ આખરે પાકિસ્તાની સેનામાં મેજરના પદ પર પહોંચી ગયા અને દુશ્મનની ગતિવિધિઓ અંગે ભારતને ગુપ્ત માહિતી આપવાનું શરૂ કર્યું.

 

 

-- ઈન્દિરા ગાંધીએ ‘બ્લેક ટાઈગર’ કહ્યા હતા :- પાકિસ્તાની આર્મીમાં મેજર બન્યા બાદ રવિન્દ્રએ ત્યાંની એક મહિલા સાથે લગ્ન કર્યા. પરંતુ, એક દિવસ રવિન્દ્ર પકડાઈ ગયા અને તેમને મિયાનવાલી જેલમાં ધકેલી દેવામાં આવ્યા. પાકિસ્તાની સેનાના અત્યાચારને કારણે તેમનું મોત થયું હતું. રવિન્દ્રને તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બ્લેક ટાઈગરનું બિરુદ આપ્યું હતું.

 

 

-- આ ફિલ્મો રવિન્દ્રના જીવન પરથી પ્રેરિત છે :- રવિન્દ્ર કૌશિકના જીવને ઘણી હિંદી ફિલ્મોને પ્રોત્સાહિત કરી છે. સલમાન ખાનની ટાઈગર ફ્રેન્ચાઇઝીની ફિલ્મોમાં તેમના ટાઈગર નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તોસિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ‘મિશન મજનૂ'નો એક ભાગ તેમના જીવનથી પ્રેરિત હતો, જેમાં ભારતીય જાસૂસે (સિદ્ધાર્થ) રવિન્દ્રની જેમ જ દરજીની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. તો ગદર 2માં ઉત્કર્ષ શર્માને મિયાંવાલી જેલમાં જે રીતે ટોર્ચર કરવામાં આવે છે તે સીન પણ કૌશિકની વાર્તા સાથે મળતા આવે છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!