Dark Mode
Image
  • Sunday, 12 May 2024

દિલ્હી શરાબ નીતિ કેસમાં KCRની પુત્રી કે.કવિતાના હૈદરાબાદ સ્થિત આવાસ પર EDના દરોડા

દિલ્હી શરાબ નીતિ કેસમાં KCRની પુત્રી કે.કવિતાના હૈદરાબાદ સ્થિત આવાસ પર EDના દરોડા

તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆરની પુત્રી અને બીઆરએસની એમએલસી કે. કવિતાના હૈદરાબાદ સ્થિત આવાસ પરા EDએ દરોડા પાડ્યા છે. દિલ્હી લિકર કૌભાંડ કેસમાં તેમનું નામ સામે આવ્યું હતું. અગાઉ તેમને ED અને CBI બંને દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

 

 

-- શુ છે તેમના પર આરોપ ? :- અગાઉ, દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં BRS MLC કવિતાની લગભગ નવ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. EDએ તેમના પર એ સાઉથ ગ્રુપમાં શામેલ હોવાનો આરોપ મૂક્યો છે, જેમાં હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ અભિષેક બોઈનાપલ્લી, અરુણ પિલ્લઈ અને અન્ય રાજકીય નેતાઓનો સમાવેશ થાય છે, જેમના પર આમ આદમી પાર્ટી (AAP) ને કથિત રીતે 100 કરોડની લાંચ મોકલવાનો આરોપ છે.

 

 

-- અરવિંદ કેજરીવાલ 8 સમન્સ મોકલવા છતા ઇડી સમક્ષ હાજર નથી થયા :- બીઆરએસ એમએલસી કવિતાની પૂછપરછ કર્યા પછી, ઇડીએ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં તેના ભૂતપૂર્વ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બુચીબાબુ ગોરંતલાની પણ પૂછપરછ કરી હતી. EDએ અત્યાર સુધીમાં દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 કેસમાં અનિયમિતતાઓને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 8 વખત સમન્સ મોકલ્યા છે. આમ છતાં દિલ્હીના મુખ્યમંત્રી હજુ સુધી તપાસ એજન્સી સમક્ષ હાજર થયા નથી.

 

 

-- લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા દરોડા :- BRS નેતા કવિતાના ઘરે EDનો દરોડો એવા સમયે પડયો છે જ્યારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની છે. BRSએ બુધવારે (13 માર્ચ) લોકસભા ચૂંટણી 2024 માટે ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ કવિતા આગામી લોકસભા ચૂંટણી નહીં લડી શકે. BRSએ નિઝામાબાદ સીટ માટે ઉમેદવારના નામની પણ જાહેરાત કરી હતી. કે કવિતાએ 2014ની લોકસભા ચૂંટણીમાં આ સીટ જીતી હતી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!