Dark Mode
Image
  • Monday, 20 May 2024

EaseMyTripનો પુનરોચ્ચાર, માલદિવ માટેનું બુકિંગ કેન્સલ જ રહેશે, કહ્યું દેશ નફો કમાવવા કરતા ઉપર

EaseMyTripનો પુનરોચ્ચાર, માલદિવ માટેનું બુકિંગ કેન્સલ જ રહેશે, કહ્યું દેશ નફો કમાવવા કરતા ઉપર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતને લઈને માલદીવના મંત્રીઓ અને સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીને લઈને વાતાવરણ ગરમાયું છે. માલદીવના બહિષ્કારની ચાલી રહેલી માંગ વચ્ચે, ભારતીય ટ્રાવેલ કંપની EaseMyTrip એ ગુરુવારે એ વાતનો પુનરોચ્ચાર કર્યો કે તે 8 જાન્યુઆરીથી માલદીવ માટે તેના પ્લેટફોર્મ દ્વારા કરાયેલા તમામ બુકિંગને સ્થગિત કરવાના તેના નિર્ણય પર તે અડગ છે.

 

 

-- અમને ભારતના સુંદર બીચ પર ગર્વ છે’ :- ટ્રાવેલ કંપનીએ 'નેશન ફર્સ્ટ, બિઝનેસ લેટર' શીર્ષક હેઠળની સત્તાવાર રજૂઆતમાં જણાવ્યું હતું કે, 'અમને ભારતના સુંદર બીચ પર ખૂબ ગર્વ છે. આપણા દેશમાં 7500 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે, જેમાં લક્ષદ્વીપ, આંદામાન, ગોવા, કેરળ જેવા અદ્ભુત સ્થળોનો સમાવેશ થાય છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, 'માલદીવના કેટલાક મંત્રીઓ દ્વારા ભારત, ભારતીયો અને આપણા માનનીય વડાપ્રધાન વિશે તાજેતરમાં કરવામાં આવેલીસઅયોગ્ય ટિપ્પણીઓના જવાબમાં અમે આ વલણ અપનાવ્યું છે.'

 

 

-- ચાલો આ બાબતે એકજૂટ રહીએ :- EaseMyTrip એ કહ્યું, '8 જાન્યુઆરીથી અમે માલદીવની તમામ ટ્રાવેલ બુકિંગ અનિશ્ચિત રૂપે સ્થગિત કરી દીધી છે. અમારા માટે દેશ નફો કમાવવા કરતા ઉપર છે. સોશિયલ મીડિયા પર તમારું સમર્થન દેશ પ્રત્યેનો અમારો પ્રેમ દર્શાવે છે. ચાલો આ બાબતે એકજૂટ રહીએ. EaseMyTrip એ એવી કંપનીઓમાં સામેલ છે જેણે લક્ષદ્વીપ અંગેના વિવાદ પછી તરત જ માલદીવ માટે બુકિંગ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. તેની પ્રશંસા પણ થઈ હતી.

 

 

-- શું છે સમગ્ર વિવાદ? :- હકીકતમાં, લક્ષદ્વીપ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત દરમિયાન ક્લિક કરેલી તસવીરો શેર કરી. તેમણે અહીં પ્રવાસનને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા હતી કે લોકોએ લક્ષદ્વીપની મુલાકાત લેવી જોઈએ. કેટલાક લોકોએ કેન્દ્રશાસિત પ્રદેશના સુંદર દરિયાકિનારાની તુલના માલદીવના દરિયાકિનારા સાથે કરી હતી. જેના કારણે માલદીવના કેટલાક નેતાઓ નારાજ થયા હતા.માલદીવના ડેપ્યુટી મિનિસ્ટર મરિયમ શિયુના એવા નેતાઓમાં સામેલ હતા જેમણે વડા પ્રધાન મોદી વિશે વાંધાજનક ટીપ્પણી જ નહીં પરંતુ ભારતની મજાક પણ ઉડાવી હતી. માલદીવના અન્ય બે મંત્રીઓ અને અધિકારીઓએ પણ આવું જ કંઈક કર્યું. આ પછી સોશિયલ મીડિયા પર માલદીવનો બહિષ્કાર શરૂ થયો. માલદીવે પણ તરત જ ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા અને એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તે તેમના નિવેદનોને સમર્થન આપતું નથી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!