Dark Mode
Image
  • Saturday, 18 May 2024

શું દરરોજ શેમ્પુ વડે વાળ ધોવાથી વાળને થાય નુકસાન

શું દરરોજ શેમ્પુ વડે વાળ ધોવાથી વાળને થાય નુકસાન

ઘણી વાર લોકોના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે વાળ કેટલી વાર ધોવા જોઈએ. કેટલાક લોકો તો દિવસમાં બે વાર શેમ્પૂથી વાળ ધોતા હોય છે. પરંતુ નિષ્ણાતો એમ પણ માને છે કે દરરોજ વાળ ધોવાથી પણ વાળ ખરી શકે છે.શરીરની સાથે વાળની સફાઈ પણ ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકો કોઈપણ ઉત્પાદનનો ઉપયોગ કર્યા વિના દરરોજ તેમના વાળ ધોઈ નાખે છે. તો એવા ઘણા લોકો છે જે શેમ્પૂથી વાળ ધોયા વગર રહી શકતા નથી. ત્વચા અને વાળના નિષ્ણાતો ઘણીવાર ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તમારા વાળ સાફ કરવાની ભલામણ કરે છે. પરસેવા અને ધૂળને કારણે વાળ ખરવાનું પણ જોખમ રહેલું છે.

 

દરરોજ વાળ ધોવાથી પણ વાળ ખરી શકે

 

નિષ્ણાંતો કહે છે કે ઘણી વાર લોકોના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે વાળ કેટલી વાર ધોવા જોઈએ. કેટલાક લોકો તો દિવસમાં બે વાર શેમ્પૂથી વાળ ધોતા હોય છે. પરંતુ નિષ્ણાતો એમ પણ માને છે કે દરરોજ વાળ ધોવાથી પણ વાળ ખરી શકે છે.

 

શું વાળને દિવસમાં બે વાર શેમ્પૂથી ધોઈ શકાય?

 

ડર્મેટોલોજિસ્ટ કહે છે કે શેમ્પૂનો ઉપયોગ વાળને સ્વચ્છ રાખવા માટે જ કરવામાં આવે છે પરંતુ શેમ્પૂનો વધુ પડતો ઉપયોગ વાળ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારે દિવસમાં બે વાર શેમ્પૂ ન કરવું જોઈએ કારણ કે તે માથાની ચામડીને નુકસાન પહોંચાડે છે અને વાળને નુકસાન થવા લાગે છે. વાળને વધારે સાફ કરવાથી તેનું કુદરતી તેલ દૂર થઈ શકે છે.

 

આ નુકસાન થઈ શકે છે

 

નિષ્ણાંતોના મતે વધુ પડતું શેમ્પૂ કરવાથી વાળ ખરવા અને તૂટવા લાગે છે. એટલું જ નહીં, દિવસમાં બે વાર શેમ્પૂ કરવાથી વાળમાં શુષ્કતા આવે છે. તેનાથી વાળના મૂળ નબળા પડી શકે છે તમારે કેટલી વાર શેમ્પૂ કરવું જોઈએ તે તમારી જીવનશૈલી પર નિર્ભર કરે છે.જો તમે ઘણી બધી ધૂળ, માટી અને પ્રદૂષણમાં રહો છો અને તમારા વાળને રોજ ધોવા જરૂરી માનો છો, તો તમે દિવસમાં એકવાર શેમ્પૂ કરી શકો છો. પરંતુ તમારે શેમ્પૂ કરતા પહેલા તેલ લગાવવું જોઈએ. વાળ ધોતા પહેલા તેલની માલિશ કરવાથી માથાના કુદરતી તેલને નુકસાન થતું નથી અને વાળ ખરતા અટકે છે. આ સિવાય જો તમારા વાળ બહુ ગંદા ન હોય તો અઠવાડિયામાં બે થી ત્રણ વાર શેમ્પૂ કરવું તમારા માટે યોગ્ય છે.

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!