Dark Mode
Image
  • Saturday, 04 May 2024

શું આપની પાસે હજુ પાંચસો અને હજારની જુની બંધ થયેલી નોટો બંધ પડી છે, તો આ નિયમ જાણી લેજો નહીંતર ભરવો પડશે આકરો દંડ

શું આપની પાસે હજુ પાંચસો અને હજારની જુની બંધ થયેલી નોટો બંધ પડી છે, તો આ નિયમ જાણી લેજો નહીંતર ભરવો પડશે આકરો દંડ

શું તમારી પાસે હજુ પણ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો છે? જાણો આવી કેટલી નોટો હોવાને લઇને આપને સજા થઇ શકે છે, અને આ અંગેના સરકારી નિયમો શું છે. શું જૂની નોટો રાખવા બદલ સરકાર જેલમાં મોકલી શકે? ઘણી વખત 500 અને 1000 રૂપિયાની જૂની નોટો હજુ પણ ઘરમાં જોવા મળે છે. સવાલ એ છે કે જો તમારી પાસે 500, 1000 રૂપિયાની નોટો હોય તો તમે જેલમાં જઈ શકો છો? આજે અમે તમને જણાવીશું કે જૂની નોટો રાખવાની શું સજા થઈ શકે છે.

 

જૂની નોટો રાખવાની સજા

 

સવાલ એ છે કે 500 અને 1000 રૂપિયાની જૂની પ્રતિબંધિત નોટો રાખવા બદલ સરકાર તમારી સામે શું કાર્યવાહી કરી શકે છે? મળતી માહિતી મુજબ, નિર્ધારિત મર્યાદાથી વધુ જૂની નોટો રાખનારને જેલની સજા નહીં થાય. પરંતુ આ કિસ્સામાં દંડ લાદવામાં આવશે અને દંડની રકમ ઓછામાં ઓછી 10,000 રૂપિયા હશે.

 

ડિમોનેટાઇઝેશન

 

નોંધનીય છે કે 8 નવેમ્બર, 2016ના રોજ સરકારે 500 અને 1000 રૂપિયાની જૂની નોટોને ડિમોનેટાઇઝ કરી અને તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જે બાદ પણ ઘણા લોકો પાસે જૂની નોટો છે. સવાલ એ છે કે હવે આ નોટો શું કામ આવશે? અને સરકાર આ અંગે શું પગલાં લઈ શકે? તમને જણાવી દઈએ કે નોટબંધી બાદ સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ નોટ હવે બજારમાં ચલણમાં નથી, તેનો કોઈપણ રીતે ઉપયોગ કરી શકાશે નહીં. જો કે, નિર્ધારિત મર્યાદા કરતાં વધુ નોટ રાખવા બદલ સરકાર તમારી સામે દંડ લાદી શકે છે.

 

10થી વધુ જૂની નોટો કબજે કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી

 

તમને જણાવી દઈએ કે સરકારે 31 ડિસેમ્બર, 2016 પછી તમામ 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેના કારણે તેનો ઉપયોગ થતો નથી. નોટબંધીના નિર્ણય બાદ સરકારે આ અંગે વટહુકમ તૈયાર કર્યો હતો અને તેમાં આ તમામ જોગવાઈઓ હતી. આ વટહુકમ અનુસાર રૂ.500 અને રૂ.1000ની જૂની નોટોની માન્યતા ઔપચારિક રીતે નાબૂદ કરવામાં આવી હતી અને નિયમો અનુસાર 10થી વધુ જૂની નોટો કબજે કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.

 

2000ની નોટો

 

નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંકે 19 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જે બાદ ધીરે ધીરે ભારતીય રિઝર્વ બેંકે આ તમામ નોટો પાછી ખેંચી લીધી હતી. માર્ચ 2024 સુધીમાં રૂ. 2,000ની કિંમતની લગભગ 97.62 ટકા નોટો RBIને પરત કરવામાં આવી છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!