Dark Mode
Image
  • Friday, 17 May 2024

શિયાળામાં તમને પણ થાય છે વાળ ખરવાની સમસ્યા? આ ટિપ્સથી હેરફોલ નહીં થાય

શિયાળામાં તમને પણ થાય છે વાળ ખરવાની સમસ્યા? આ ટિપ્સથી હેરફોલ નહીં થાય

શિયાળામાં ડ્રાય સ્કેલ્પ, ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે. આ માટે તમે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો.

 

શિયાળામાં ત્વચા શુષ્ક થવાથી લઈને વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. જેમ-જેમ ઠંડી વધે તેમ વાળ ખરવાનું સામાન્ય થઈ જાય છે. ત્વચાના સ્વાસ્થ્યની જેમ વાળનું સ્વાસ્થ્ય પણ બદલાતી સીઝન પર આધાર રાખે છે. શિયાળામાં વાળની ખાસ કાળજી લેવી જોઈએ. એ માટેની કેટલીક ટિપ્સ અમે તમને જણાવી રહ્યાં છીએ.

 

 

શિયાળામાં હેરફોલ રોકવા માટેની ટિપ્સ

 

  1. અઠવાડિયામાં બે વાર હેરઓઈલ લગાવો

 

શિયાળામાં વાળના સ્વાસ્થ્ય માટે હેર ઓઈલ કરતાં વધુ સારો વિકલ્પ બીજો કોઈ નથી. તેલથી માલિશ કરવાથી માત્ર શાંતિ જ નથી મળતી પણ વાળ ખરતા અટકાવવામાં પણ મદદ મળે છે. ઓલિવ ઓઈલ અને બદામનું તેલ વાળ અને સ્કેલ્પ ઉપરની ચામડીને ઠંડીથી બચાવવા માટે આવશ્યક વિટામિન્સ અને ફેટી એસિડ્સ પ્રદાન કરે છે. જોજોબા ઓઈલ પણ એક ઉત્તમ હેર મોઇશ્ચરાઇઝર છે.

 

  1. શિયાળા માટે અસરકારક હેર પ્રોડક્ટ્સ

 

તમારે શિયાળામાં ખાસ હેરકેર પ્રોડકટ્સનો ઉપયોગ કરવો જોઈએ જેથી હેરફોલની સમસ્યા વકરે નહીં. આ પ્રોડક્ટ્સ ઉચ્ચ ગુણવત્તાયુક્ત હોવા જોઈએ, જે વાળને મજબૂત બનાવીને તેને ખરતા અટકાવે.

 

  1. હીટ સ્ટાઇલિંગથી બચો

 

વાળને હવામાં જાતે જ સૂકવવા દેવા જોઈએ. જ્યારે વાળને બ્લો ડ્રાય કરવામાં આવે છે, ત્યારે વાળમાંથી ભેજ જતો રહે છે. આનથી વાળ તૂટવા લાગે છે.

 

  1. ભીના વાળ સાથે બહાર ન જશો

 

વાળ સૂકવેલા હોય તેની સરખામણીમાં ભીના વાળને વધુ નુકસાન થાય છે. શિયાળામાં તમે ભીના વાળ સાથે બહાર જાઓ છો, તો તે વાળ તૂટવાની સમસ્યા વધારી શકે છે. ભીના વાળ સાથે બહાર જવા કરતાં તમારા વાળને બ્લો ડ્રાયર વડે સૂકવો. બ્લોઅરની ઓછી હીટનું સેટિંગ પસંદ કરો.

 

  1. વાળને હાઇડ્રેટેડ રાખો

 

શિયાળામાં વાળની સંભાળ માટે તેમાં ભેજ જાળવી રાખવો મહત્વપૂર્ણ છે. આ માટે તમે અઠવાડિયામાં એકવાર લીવ-ઇન કન્ડીશનરનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત, વાળને વધુ વોશ કરવાથી પણ વાળ ખરવાની સમસ્યા વધી શકે છે.

 

  1. સ્વસ્થ આહાર લો

 

આહારમાં જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વોની ઉણપ વાળ ખરવાનું કારણ બની શકે છે. વિટામિન બી વાળના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. શિયાળામાં દરમિયાન પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને શાકભાજીનું સેવન કરવું જોઈએ.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!