Dark Mode
Image
  • Monday, 20 May 2024

'સિદ્ધારમૈયા જ અમારા રામ તે શું કરવા જશે અયોધ્યા' કોંગ્રેસ નેતાના નિવેદન બાદ વકર્યો વિવાદ

'સિદ્ધારમૈયા જ અમારા રામ તે શું કરવા જશે અયોધ્યા' કોંગ્રેસ નેતાના નિવેદન બાદ વકર્યો વિવાદ

કર્ણાટક સરકારમાં મંત્રી અને કોંગ્રેસના નેતા એચ અંજનેયાએ કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની તુલના ભગવાન રામ સાથે કરી છે, જેનાથી વિવાદ ઉભો થયો છે.કોંગ્રેસ નેતાએ ભાજપ પર રામ મંદિરને લઈને રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો અને કહ્યું કે ભાજપ ધર્મના આધારે લોકોને વહેંચે છે. કોંગ્રેસના નેતાના આ નિવેદન પર ભાજપના નેતાઓએ પલટવાર કર્યો છે. ભાજપના નેતાઓએ ચેતવણી આપી છે કે તેઓ હિન્દુ દેવી-દેવતાઓ વિશે સમજી વિચારીને વાત કરે.

 

 

-- સિદ્ધારમૈયા જ અમારા રામ :- મંગળવારે મીડિયા સાથે વાત કરતા એચ.અંજનેયાએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા માટે સીએમ સિદ્ધારમૈયાના અયોધ્યા જશે કે નહીં તે સવાલ પર જવાબ આપતા કહ્યું કે, 'તે (સિદ્ધારમૈયા) જ અમારા રામ છે, તો પછી તેઓ શા માટે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા જશે? તેઓ પોતાના વતનમાં સ્થિત રામ મંદિરના દર્શન કરવા જઈ શકે છે.

 

 

-- ભાજપ પર ધર્મના નામે લોકોને વિભાજિત કરવાનો આરોપ :- પત્રકારોને સવાલ કરતા એચ.અંજનેયાએ પૂછ્યું, 'તેમણે (સિદ્ધારમૈયા) શા માટે જવું જોઈએ? જે પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે તે ભાજપના રામની છે. ભાજપના લોકોને જ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. એમને આ બધું કરવા દો, આપણો રામ સર્વત્ર છે. તે આપણા હૃદયમાં છે. ભાજપ પર આરોપ લગાવતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે 'ભાજપ હંમેશા આવું કરે છે. તે ધર્મના નામે લોકોને વિભાજિત કરે છે અને પછી ચોક્કસ સમુદાયને ઉશ્કેરીને તેમના મત મેળવે છે.

 

 

-- લોકો પાસે ઘર નથી ખુલ્લામાં રહેવા મજબુર :- રામ મંદિરના નિર્માણને લઈને કોંગ્રેસ નેતાએ ટોણો માર્યો કે તેઓ રામ મંદિરના નિર્માણની મોટી મોટી વાતો કરી રહ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો પાસે ઘર નથી અને તેઓ ગટર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર છે. તે ખુલ્લામાં રહેવા મજબૂર છે. સરકારે લોકો માટે પરવડે તેવા મકાનો બાંધવા જોઈએ અને તેમને સારું જીવન આપવું જોઈએ.

 

 

-- કોંગ્રેસ નેતાના નિવેદન પર ભાજપનો પલટવાર :- કોંગ્રેસ નેતા એચ અંજનેયાના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. બીજેપી નેતા બસનાગૌડા પાટીલ યાતનાલે કોંગ્રેસના નેતાને ચેતવણી આપતા કહ્યું કે 'તેમણે હિન્દુ દેવી-દેવતાઓ વિશે સમજી વિચારીને બોલવું જોઈએ.' તેમણે કહ્યું, 'આ અમારી કમનસીબી છે કે આવા મૂર્ખ હિન્દુ વિરોધી લોકો અમારા મંત્રી છે.

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!