Dark Mode
Image
  • Thursday, 16 May 2024

કોંગ્રેસે યૂપીમાં 1984માં કુલ 85માંથી 83 લોકસભા બેઠકો જીતી હતી, શું ભાજપ આ રેકોર્ડ તોડી શકશે?

કોંગ્રેસે યૂપીમાં 1984માં કુલ 85માંથી 83 લોકસભા બેઠકો જીતી હતી, શું ભાજપ આ રેકોર્ડ તોડી શકશે?

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે 400થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. ભાજપ હાઈકમાન્ડે કાર્યકરો અને રાજ્ય એકમોને 400થી વધુ લોકસભા બેઠકો માટે સખત મહેનત કરવાનો સંદેશ આપ્યો છે. પાર્ટીએ આ માટે રાજ્ય પ્રમાણે રણનીતિ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે. હિન્દી પટ્ટાનું સૌથી મહત્વનું રાજ્ય ઉત્તર પ્રદેશ ભાજપની વ્યૂહરચનાઓના કેન્દ્રમાં છે. ભાજપે આ વખતે યૂપીમાંથી 70 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે.ભાજપે હજુ સુધી આ વાત નથી કહી પરંતુ આડકતરી રીતે એવું લાગે છે કે પાર્ટી તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીનો રેકોર્ડ તોડવા માંગે છે જ્યારે 1984ની ચૂંટણીમાં કોંગ્રેસને 404 લોકસભા બેઠકો મળી હતી.

 

 

-- ઉત્તરાખંડ અલગ થયું તે પહેલા યૂપીની કુલ 85 લોકસભા બેઠકો હતી :- 1984ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની 404 સીટોમાં ઉત્તર પ્રદેશનો મહત્વનો ફાળો હતો. જો ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધીના રેકોર્ડને તોડવા માંગે છે તો તેને યુપીમાંથી મોટી સંખ્યામાં સીટો જીતવી પડશે. 1984માં સંયુક્ત ઉત્તર પ્રદેશમાં લોકસભાની કુલ 85 બેઠકો હતી. જો કે, વર્ષ 2000માં ઉત્તરાખંડ અલગ થયા બાદ રાજ્યમાં હાલમાં 80 સીટો બાકી છે. વર્ષ 1984માં કુલ 85 બેઠકોમાંથી 67 સામાન્ય અને 18 બેઠકો અનુ.જાતિ માટે અનામત હતી. તે ચૂંટણીમાં મહિલા અને પુરૂષો સહિત કુલ 6 કરોડ 23 લાખ 35 હજાર 43 નાગરિકોએ મતદાન કર્યું હતું. એટલે કે કુલ 55.81% મતદાન થયું હતું.આ ચૂંટણીમાં બે બેઠકો લોકદળ અને 83 બેઠકો કોંગ્રેસે જીતી હતી. ત્યારે કોંગ્રેસને કુલ મતોના 51.03 ટકા મત મળ્યા હતા.

 

 

-- 491 બેઠકો પર ચૂંટણી લડવામાં આવી હતી :- તે સમયે કોંગ્રેસને દેશભરમાં 49.10 ટકા વોટ મળ્યા હતા અને 82.28 ટકા સીટો જીતી હતી. 1984ની ચૂંટણીમાં કોંગ્રેસે 491 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

 

 

-- 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે યૂપીની 80માંથી 71 બેઠકો જીતી હતી :- 2014ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો પહેલીવાર પૂર્ણ બહુમતી મેળવનાર ભારતીય જનતા પાર્ટીને યુપીમાં 80માંથી 71 બેઠકો મળી હતી. તે સમયે રાજ્યમાં ભાજપની વોટ ટકાવારી 42.63 ટકા હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના યુપી ગ્રાફમાં ઘટાડો જોવા મળ્યો હતો અને પાર્ટીને માત્ર 62 બેઠકો મળી હતી. તે ચૂંટણીમાં ભાજપને 49.56 ટકા વોટ મળ્યા હતા.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!