Dark Mode
Image
  • Tuesday, 21 May 2024

ઉત્તરાખંડ માટે કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી સહિત આ 30 નેતાઓ ગજવશે સભા

ઉત્તરાખંડ માટે કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી સહિત આ 30 નેતાઓ ગજવશે સભા

રાહુલ, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક નેતાઓ ચૂંટણી પ્રચાર અર્થે ઉત્તરાખંડ આવશે. કોંગ્રેસ હાઈકમાન્ડે રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ પણ પ્રચાર કરશે. રાહુલ ગાંધી 9 એપ્રિલે હરિદ્વાર અને અલ્મોડામાં ચૂંટણી રેલીઓ કરી શકે છે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં ઉત્તરાખંડના 30 નેતાઓના નામ સામેલ છે.

 

આ નેતાઓ ગજવશે સભા

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે ઉત્તરાખંડમાં પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. જેમાં કેન્દ્રીય નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, રાજ્ય પ્રભારી શૈલજા કુમારી, જીતેન્દ્ર સિંહ, સલમાન ખુર્શીદ, ગુરદીપ સિંહ સપ્પલ, અલકા લાંબા, અમરિંદર સિંહ રાજા પ્રચાર કરી સભાઓ ગઝવશે. ઉત્તરાખંડની પાંચેય લોકસભા બેઠકો પર અલગ-અલગ જગ્યાએ ચૂંટણી રેલીઓ યોજાશે.

 


પાર્ટીના ધારાસભ્ય, પૂર્વ મંત્રી પણ સ્ટાર પ્રચારક

ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં 40 નામો છે. જેમાં ઉત્તરાખંડના 30 નેતાઓનો સમાવેશ થાય છે. પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, પ્રદેશ અધ્યક્ષ કરણ મહારા, વિપક્ષના નેતા યશપાલ આર્ય, ધારાસભ્ય પ્રીતમ સિંહ સહિત પાર્ટીના તમામ ધારાસભ્યો સ્ટાર પ્રચારક હશે. આ ઉપરાંત પૂર્વ મંત્રી હરક સિંહ રાવત અને અન્ય પૂર્વ મંત્રીઓ પણ પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. પરંતુ હજુ સુધી EDની તપાસમાં ઘેરાયેલા હરકસિંહ કોંગ્રેસ માટે પ્રચાર કરવા મેદાનમાં જોવા મળ્યા નથી.

 

 

સચિન પાયલટની માંગ પણ નામ યાદીમાં નથી.

પાંચેય લોકસભા સીટ પરથી ચૂંટણી પ્રચાર માટે પાર્ટીના યુવા નેતા સચિન પાયલટની માંગ કરવામાં આવી હતી. પરંતુ પાયલોટનું નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં નથી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!