Dark Mode
Image
  • Tuesday, 21 May 2024

હિમાચલના કુલ્લુના કાયાસમાં ફાટ્યું વાદળ || Cloudburst in Himachal Pradesh's Kullu ||

હિમાચલના કુલ્લુના કાયાસમાં ફાટ્યું વાદળ

 

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. પૂરના કારણે અનેક જગ્યાએ ભારે તારાજી સર્જાઈ હતી. ત્યારે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ફરી એકવાર વરસાદે ભારે તબાહી મચાવી છે.

 

વાદળ ફાટવાથી એકનું મોત, ત્રણ લોકો ઘાયલ

 

કુલ્લુના સેવાબાગ અને કાયાસમાં વાદળ ફાટ્યું હોવાનું જાણવા મળ્યું છે. ફ્લશ પૂરમાં વહી જવાના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે એમ્બુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બનાવની જાણ થતા કુલ્લુના એસડીએમ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

 

5થી વધુ વાહનો પાણીમાં તણાયા

 

જેમણે સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ, હિમાચલ પ્રદેશના કુલ્લુના કાયાસ ગામે વાદળ ફાટ્યું હતું. જેમાં એકનું મોત થયુ છે, તો ત્રણ લોકો ઘાયલ થયા છે. જ્યારે 5થી વધુ વાહનો પાણીના પ્રવાહમાં તણાયા હતા. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર સતત ઘટી રહ્યું છે, એ જ સમયે ઉત્તરાખંડ અને યુપીના ઘણા જિલ્લામાં ગંગા નદીનો જળ સ્તર હવે ખતરાના નિશાનની નજીક પહોંચી ગયો છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!