Dark Mode
Image
  • Monday, 20 May 2024

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલએ આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલએ આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલએ આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો હતો. મુખ્યમંત્રીશ્રી કહ્યું કે આવા અતિ સ્વાદિષ્ટ અને જાડાધાનની વાનગીઓ વાળા જમણનો સ્વાદ માણવા હંમેશા તાપી આવવું પડશે.

 

તાપી, ગુજરાત

            મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલની આગવી સહજતા જોવા મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ કાર્યક્રમ પૂર્ણ કરી બપોરનું ભોજન લેવા સોનગઢ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આદિજાતિ મહિલા લાભાર્થી સોનલ બહેન પવારનાં ઘરે ગયા હતા.ત્યાં મૂખ્યમંત્રી સોનલ બહેનના નિવાસે જમીન પર બેસીને તાપી જિલ્લાના અસ્સલ આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો હતો.સોનલ બહેને મુખ્યમંત્રી માટે આદિજાતિ ભોજન થાળીમાં જાડાધાન મિલેટ્સની વાનગીઓ ભાવથી પિરસી હતી.મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે પણ આ આદિવાસી ભોજનની પ્રશંસા કરતાં કહ્યું કે, સ્વાદિષ્ટ ભોજનથી પેટ ભરાઈ ગયું પણ મન ભરાયું નથી.

 

 

મુખ્યમંત્રીશ્રી કહ્યું કે આવા અતિ સ્વાદિષ્ટ અને જાડાધાનની વાનગીઓ વાળા જમણનો સ્વાદ માણવા હંમેશા તાપી આવવું પડશે એવો અહોભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રીએ ભોજનમાં નાગલીનો રોટલો, ચોખાના બાફેલા રોટલા, જુવારનો રોટલો, દેશી કંકોડાનું શાક, દેશી તુવેરની દાળ, અડદની છોડાવાળી દાળ અને ગુજરાતના તાપી જિલ્લાના પ્રખ્યાત દેશી લાલ ચોખાનો ભાત, નાગલીનાં પાપડ, છાશ અને શેકેલા લીલા મરચાં આરોગ્યા હતા.

 

 

  • મૂખ્યમંત્રીની આગવી સહજતા મળી જોવા
  • મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ મહિલાના ઘરે ભોજન લીધું
  • મુખ્યમંત્રીશ્રીએ જમીન પર બેસીને આદિવાસી ભોજનનો આસ્વાદ માણ્યો
  • ભોજનની મૂખ્યમંત્રીએ પ્રશંસા કરી
  • પેટ ભરાયું મન નથી ભરાયું:મૂખ્યમંત્રી

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!