Dark Mode
Image
  • Monday, 20 May 2024

સાબરમતી જેલની મુલાકાતે હાઈકોર્ટેના ચીફ જસ્ટિસ || Chief Justice of India visits Sabarmati Jail ||

સાબરમતી જેલની મુલાકાતે હાઈકોર્ટેના ચીફ જસ્ટિસ || Chief Justice of India visits Sabarmati Jail ||

સાબરમતી જેલની મુલાકાતે હાઈકોર્ટેના ચીફ જસ્ટિસ

 

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે ગુજરાત હાઈકોર્ટેના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે મુલાકાત લીધી હતી... કેદીઓ માટે ખાસ બનાવેલ મ્યુઝિકલ થેરાપી ટ્રેનિંગ સેન્ટર તથા સોશિયલ સાયકો કેર ક્લિનિકની ચીફ જસ્ટિસે મુલાકાત લીધી હતી...

 

સોશિયલ સાયકો કેર ક્લિનિકની ચીફ જસ્ટિસે લીધી મુલાકાત

 

આ સેન્ટરમાં બે કોર્સ ગુજરાત સ્ટેટ લિંગલ સર્વિસ ઓથોરિટી અંતર્ગત શરૂ કરાયા છે, જેમાં જેલમાં આવતા કેદીઓનું સોશિયલ સાયકો કેર ખાતે કાઉન્સિલિંગ થાય છે... આ કાઉન્સિલ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સ્ટાફ દ્વારા કરાઈ રહ્યું છે...

 

સ્પર્ધામાં ભાગ લેનાર કેદીઓને સર્ટિફિકેટ એનાયત

 

એક અઠવાડિયામાં ત્રણ દિવસ 25થી વધુ કેદીઓનું કાઉન્સિલિંગ થાય છે, ત્યારે એક વર્ષથી શરૂ થયેલા સેન્ટરમાં અનેક કેદીઓનું કાઉન્સિલિંગ થયું છે... સાથે જ મ્યુઝિક થેરાપી ટ્રેનિંગ લીધેલ કેદીઓને ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના હાથે સર્ટિફિકેટ એનાયત કરાયા હતા...

 

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના હાથે સર્ટિફિકેટ એનાયત

 

ત્યારે કેદીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી, જેમાં ચિત્ર, નિબંધ, સંગીત અને મહિલા માટે મહેંદી સ્પર્ધા યોજાઈ હતી... આ સ્પર્ધમાં પ્રથમ નંબર આવેલા કેદીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા...

સાબરમતી જેલની મુલાકાતે હાઈકોર્ટેના ચીફ જસ્ટિસ || Chief Justice of India visits Sabarmati Jail ||

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!