Dark Mode
Image
  • Monday, 20 May 2024

સીબીઆઇની કોર્ટમાં દલીલ, કહ્યું કે.કવિતાએ શરતચંદ્ર રેડીને ધમકી આપી AAPને 5 કરોડ આપવા કહ્યું હતું.

સીબીઆઇની કોર્ટમાં દલીલ, કહ્યું કે.કવિતાએ શરતચંદ્ર રેડીને ધમકી આપી AAPને 5 કરોડ આપવા કહ્યું હતું.

દિલ્હી શરાબ નીતિ કેસમાં આરોપી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) નેતા કે. કવિતાને લઈને CBIએ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. કવિતાની કસ્ટડીની માંગ કરતા સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે કવિતાએ કથિત રીતે અરબિંદો ફાર્માના પ્રમોટર શરત ચંદ્ર રેડ્ડીને આમ આદમી પાર્ટીને દિલ્હીમાં પાંચ રિટેલ ઝોનના બદલામાં 25 કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપી હતી..કોર્ટે કવિતાને 15 એપ્રિલ સુધી CBI કસ્ટડીમાં મોકલી છે.

 

સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની પુત્રી કે કવિતાએ શરથ રેડ્ડીને કહ્યું હતું કે જો તે દિલ્હીમાં AAPને પૈસા નહીં આપે તો તેલંગાણા અને રાજધાનીમાં તેના બિઝનેસને નુકસાન થઈ શકે છે. શરત ચંદ્ર રેડ્ડી હવે દિલ્હી લિકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સરકારી સાક્ષી છે. આ કેસની તપાસની જવાબદારી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની છે. સીબીઆઈએ હજુ સુધી શરત રેડ્ડી વિરુદ્ધ કોઈ ચાર્જશીટ દાખલ કરી નથી.

 

 

કવિતાએ દારૂના ધંધા માટે શરત પર દબાણ કર્યુઃ CBI

તપાસ એજન્સીએ વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાને જણાવ્યું કે કવિતાના દબાણ અને તેના દ્વારા અપાયેલી ખાતરી બાદ જ શરત રેડ્ડી દિલ્હીમાં દારૂનો ધંધો કરવા માટે સંમત થયા હતા. કવિતાએ રેડ્ડીને કહ્યું કે દિલ્હી સરકાર સાથે તેના સંબંધો છે. રાજધાનીમાં બનેલી નવી લિકર પોલિસી હેઠળ બિઝનેસને મદદ મળશે.


CBIનો આરોપ

CBIએ આરોપ મૂક્યો હતો કે.કવિતાએ શરત ચંદ્ર રેડ્ડીને કહ્યું હતું કે દારૂનો વ્યવસાય કરવા માટે દરેક રિટેલ ઝોન દીઠ 5-5 કરોડ રૂપિયા આમ આદમી પાર્ટીને ચૂકવવાના છે... આટલી જ રકમ તેમના સહયોગી અરુણ આર પિલ્લઈ અને અભિષેકે પણ આપવાની રહેશે જે બાદ વિજય નાયર તેમની સાથે સંકલન કરશે, જેઓ અરવિંદ કેજરીવાલના પ્રતિનિધિ હતા

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!