Dark Mode
Image
  • Friday, 03 May 2024

મનિષ સિસોદીયાની જામીન અરજી પર ચૂકાદો અનામત, CBIએ ગણાવ્યા ગોટાળાના માસ્ટરમાઇન્ડ

મનિષ સિસોદીયાની જામીન અરજી પર ચૂકાદો અનામત, CBIએ ગણાવ્યા ગોટાળાના માસ્ટરમાઇન્ડ

લિકર પોલીસી સ્કેમ મામલે હાલ જેલમાં એવા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્રાયલ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી દાખલ કરીને લોકસભા ચૂંટણીના પ્રચારમાં ભાગ લેવાની માંગ કરી હતી. જે મામલે આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. CBIએ તેમની જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો અને તેમને કૌભાંડના માસ્ટરમાઈન્ડ ગણાવ્યા હતા. આ તરફ તપાસ એજન્સીની દલીલો સાંભળ્યા બાદ ટ્રાયલ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે કોર્ટ 30 એપ્રિલે પોતાનો ચુકાદો આપશે.

 

 

-- કેજરીવાલ જેલમાં, સંજયસિંહને તાજેતરમાં જ મળ્યા છે જામીન :- મનીષ સિસોદિયા એક્સાઈઝ પોલિસીના કેસમાં મહિનાઓથી જેલમાં છે. આ તરફ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને જામીન મળી ગયા છે જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

 

 

-- સીબીઆઇએ કહ્યું સિસોદીયા માસ્ટરમાઇન્ડ :- સિસોદિયાના વકીલે કહ્યું કે, હવે કોર્ટે નિયમિત જામીન પર નિર્ણય અનામત રાખ્યો છે તેથી વચગાળાની જામીન અરજી પાછી ખેંચવામાં આવી રહી છે. બીજી તરફ CBIએ મનીષ સિસોદિયાની નિયમિત જામીન અરજીનો વિરોધ કર્યો હતો. CBIએ કહ્યું કે, તેમને જામીન ન આપવા જોઈએ. CBIએ તેસને દારૂ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યા હતા.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!