Dark Mode
Image
  • Tuesday, 30 April 2024

નવરાત્રિ દરમિયાન બ્રાહ્મણ યુવતીઓને વેજને બદલે નોન-વેજ બર્ગર ખવડાવાયું, અમદાવાદના પ્રખ્યાત કેફે સામે કાર્યવાહી

નવરાત્રિ દરમિયાન બ્રાહ્મણ યુવતીઓને વેજને બદલે નોન-વેજ બર્ગર ખવડાવાયું, અમદાવાદના પ્રખ્યાત કેફે સામે કાર્યવાહી

બુલેટિન ઈન્ડિયા અમદાવાદ : અમદાવાદમાં રેસ્ટોરન્ટ અને કાફેમાં પીરસવામાં આવતા ખોરાકમાં જંતુઓ જોવા મળતા હોવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હવે શહેરની જાણીતી મોકા કાફેની મોટી બેદરકારી સામે આવી છે, જેમાં ચૈત્ર નવરાત્રિ પર વેજ બર્ગરનો ઓર્ડર આપનાર બ્રાહ્મણ યુવતીઓને કેફે દ્વારા નોન-વેજ બર્ગર પીરસવામાં આવ્યું હતું. આ મામલે AMCના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવ્યા બાદ કેફે પર 5000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

 

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વિતસ્ત વ્યાસ નામની યુવતી તેના મિત્રો રૂચિતા શાહ, વેલા પંડ્યા અને આર્જવી શાહ સાથે શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા મોચા કાફેમાં નાસ્તો કરવા ગઈ હતી. જ્યાં યુવતીઓએ વેજીટેબલ પેટીસ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ કેફે દ્વારા છોકરીઓને નોન-વેજ બર્ગર આપવામાં આવ્યું હતું, જેમાંથી બે છોકરીઓએ અડધું બર્ગર ખાધું, જેના પછી તેમને ખબર પડી કે તે નોન-વેજ બર્ગર છે.

 

આ પછી જ્યારે યુવતીઓએ મેનેજમેન્ટને ફરિયાદ કરી તો સ્ટાફે તેમને હેરાન કરવાનું શરૂ કર્યું. આખરે મેનેજમેન્ટે પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી. આ મામલામાં વિતસ્તા વ્યાસ નામની યુવતીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારબાદ મોચા કાફે પર 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!