Dark Mode
Image
  • Monday, 20 May 2024

આમંત્રણ ઠુકરાવવા પર ભાજપનો વળતો જવાબ, ‘જે રામમાં માનતા નથી તે કોઇપણ બહાનું બનાવી શકે

આમંત્રણ ઠુકરાવવા પર ભાજપનો વળતો જવાબ, ‘જે રામમાં માનતા નથી તે કોઇપણ બહાનું બનાવી શકે

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ ઠુકરાવી દીધું છે.કોંગ્રેસે રામ મંદિરના કાર્યક્રમને ભાજપ અને આરએસએસનો રાજકીય કાર્યક્રમ ગણાવીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાના આમંત્રણને ઠુકરાવી દીધું છે ત્યારે ભાજપે તેનો વળતો જવાબ આપ્યો છે.

 

 

-- મનોજ તિવારીએ આમ કહ્યું :- બીજેપી સાંસદ મનોજ તિવારીએ કહ્યું, "હું સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે જે લોકો રામમાં માનતા નથી તેઓ કોઈ પણ બહાનું બનાવી શકે છે. આ કાર્યક્રમ ટ્રસ્ટનો છે. ટ્રસ્ટે પીએમ નરેન્દ્ર મોદીને રામ મંદિરના ઉદ્ઘાટન માટે વિનંતી કરી છે. મોદીને આમંત્રિત કર્યા છે. ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા થવું જોઈએ.સાંસદ મનોજ તિવારીએ કહ્યું, "અમને ખબર ન હતી કે મંદિર સમયસર બનશે. અમે ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ કામ કરતા નથી. અમે રસ્તા પણ બનાવીએ છીએ અને અન્ય કામ પણ કરીએ છીએ.

 

 

-- અનિલ એન્ટોનીએ કહ્યું વિનાશક વિરોધીઓ :- ભાજપના નેતા અનિલ એન્ટોનીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, "વિનાશક વિરોધીઓ! કોંગ્રેસ હવે ભારતની રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વાસ્તવિકતાઓ અને ભાવનાઓથી સંપૂર્ણપણે અલગ થઈ ગઈ છે. આ દિવસોમાં કોંગ્રેસ દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણય કેટલાક ડાબેરીઓ દ્વારા લેવામાં આવી રહ્યા છે. "આ ઉગ્રવાદીઓને પ્રોત્સાહન આપવા અને ટોચ પર બેઠેલા નેતાઓની આસપાસના કેટલાક કટ્ટરપંથી લઘુમતીઓને ખુશ કરવા માટે છે.

 

 

-- નલીન કોહલીએ કહ્યું આમા આશ્ચર્ય પામવા જેવું કઇં નથી :- બીજેપી નેતા નલિન કોહલીએ કહ્યું, "કોંગ્રેસે છેલ્લા આટલા દાયકાઓમાં અયોધ્યામાં મંદિર માટે કોઈ પગલાં લીધાં નહોતા. તેઓએ ભગવાન રામના અસ્તિત્વનો ઇનકાર કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં વિલંબ કર્યો હતો. માટે એ વાતમાં કોઇ આશ્ચર્ય જેવું નથી કે તે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી નહીં આપે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!