Dark Mode
Image
  • Thursday, 16 May 2024

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લગાવેલા આરોપ પર ભાજપે વળતો જવાબ આપ્યો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લગાવેલા આરોપ પર ભાજપે વળતો જવાબ આપ્યો

ભાજપે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર મનરેગાના બજેટમાં કાપ અંગે "ખોટો પ્રચાર" ચલાવવાનો આરોપ મૂક્યો. ભાજપે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે ગ્રામીણ નોકરી યોજના હેઠળ કામની વધતી માગને પહોંચી વળવા માટે બજેટના અંદાજમાં વારંવાર સુધારો કરવામાં આવ્યો છે. ટ્વિટર પરની એક પોસ્ટમાં, મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે ગ્રામીણ ભારતમાં લોકોને મનરેગા હેઠળ કામની શોધમાં ઘરે-ઘરે ભટકવાની ફરજ પાડવામાં આવે છે જ્યારે વડાપ્રધાનને તેના બજેટમાં ભારે ઘટાડો કર્યો હતો અને કોંગ્રેસની ટીકા કરીને "પોતાની નિષ્ફળતાઓ છુપાવી" હતી.

 

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ટિપ્પણી એક દિવસ પછી આવી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરતી પરીક્ષા પેપર લીક, ભ્રષ્ટાચાર અને કાયદો અને વ્યવસ્થા અંગે રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેને ફક્ત તેની "વોટ બેંક"ની ચિંતા છે રાજસ્થાનના લોકોની નહીં.

 

 

મલ્લિકાર્જુન ખડગે પર વળતો પ્રહાર કરતા, ભાજપના IT વિભાગના પ્રમુખ અમિત માલવિયાએ કહ્યું કે "2023-24માં મનરેગા માટેના બજેટમાં કાપ અંગેનો તેમનો દાવો ખોટો છે. કોંગ્રેસ જૂઠાણામાં લપેટીને લોકો સમક્ષ ડેટા રજૂ કરવામાં નિષ્ણાત બની ગઈ છે. મનરેગા વિશેનો ખોટો પ્રચાર અને વિલાપ પણ તેનું જ પ્રદર્શન છે." ભાજપના નેતાએ કહ્યું કે મનરેગા એ માંગ આધારિત યોજના છે અને મોદી સરકારે યોજના હેઠળ કામની વધતી માગને પહોંચી વળવા તેના બજેટ અંદાજમાં "વારંવાર" સુધારો કર્યો છે.

 

"ઉદાહરણ તરીકે, નાણાંકીય વર્ષ 2021-22માં, જે રૂ. 73,000 કરોડના બજેટ અંદાજ તરીકે શરૂ થયું હતું તેને સુધારીને રૂ. 98,000 કરોડ કરવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ 2020-21 માટે, જે રૂ. 61,500 કરોડના બડેટ અંદાજ તરીકે શરૂ થયું હતું તેને સુધારીને રૂ. 1,11,500 કરોડ કરવામાં આવ્યું હતું. શરમજનક વાત એ છે કે દાયકાઓ સુધી શાસન કર્યા પછી પણ, કોંગ્રેસ આ વાત સમજી શકી નથી."

 

 

ટ્વિટરની પોસ્ટમાં સરકાર પર નિશાન સાધતા ખડગેએ દાવો કર્યો હતો કે ગ્રામીણ ભારતમાં આર્થિક સંકટ એટલું ઊંડું છે કે સપ્ટેમ્બર મહિનામાં મનરેગા હેઠળ કામ કરવાની માગ ચાર વર્ષમાં 30 ટકા વધી છે. ખડગેએ આરોપ લગાવ્યો કે તેના વિશે કંઈ કરવાને બદલે, વડાપ્રધાન મોદી તેમની નિષ્ફળતાઓને છુપાવવા માટે ચૂંટણી-લક્ષી રાજ્યોમાં તેમના ભાષણોમાં કોંગ્રેસની સતત ટીકા કરી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લગાવેલા આરોપ પર ભાજપે વળતો જવાબ આપ્યો

ખડગેની ટિપ્પણી પર તીખી પ્રતિક્રિયા આપતા માલવિયાએ આરોપ લગાવ્યો કે, "કોંગ્રેસ અધ્યક્ષ આરોપ લગાવતા પહેલા મનરેગા યોજનાને સમજ્યા હોત તો સારું હોત. કદાચ ખડગેજી ભૂલી ગયા કે મનરેગા એક માગ આધારિત યોજના છે, જેનો અર્થ છે કે જ્યારે વધુ માગ હોય ત્યારે વધુ નાણાં ફાળવવામાં આવે છે." માલવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી સરકાર ગરીબ લોકોના અધિકારોનું રક્ષણ કરી રહી છે જે કોંગ્રેસથી વિપરીત છે જેણે તેમના અધિકારો છીનવી લીધા હતા.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!