Dark Mode
Image
  • Monday, 20 May 2024

બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના 4 હજારથી વધુ વૃદ્ધોની એશિયાની સૌથી મોટી તીર્થયાત્રા

બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના 4 હજારથી વધુ વૃદ્ધોની એશિયાની સૌથી મોટી તીર્થયાત્રા

બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના 4 હજારથી વધુ વૃદ્ધોની એશિયાની સૌથી મોટી તીર્થયાત્રા

 

ઉત્તર ગુજરાત બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના 4000 વડીલોની એશિયાખંડની સૌથી મોટી અને ઐતિહાસિક સામુહિક તીર્થયાત્રા તા.28થી 30 જુલાઇ દરમિયાન દ્વારકા, સોમનાથ અને ખોડલધામ કાગવડની આ તીર્થયાત્રા યોજવામાં આવી હતી.

 

ઉ.ગુજરાતના પાટીદાર યુવા સંગઠને કર્યું આયોજન

 

ઉત્તર ગુજરાતના બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા 4000થી વધુ વૃદ્ધોને દ્વારકા, સોમનાથ અને ખોડલધામની તીર્થયાત્રા 2 કરોડ રૂપિયાના ખર્ચે એશિયાખંડની સૌથી મોટી તીર્થયાત્રા કરાવવામાં આવી હતી.

 

4000થી વધુ વૃદ્ધોને તીર્થયાત્રા કરાવામાં આવી

 

28 જુલાઈથી પ્રારંભ થયેલ 3 દિવસની આ તીર્થયાત્રામાં 4000 જેટલા સીનીયર સીટીઝન માટે 115 લકઝરી બસની યાત્રામાં વિડીલોને કંઈ પણ શારીરિક તકલીફ થાય તો 15 જેટલા ડોકટરોની ટીમ અને 2 આઈસીયુ મેડીકલ એમ્બ્યુલન્સ ઉપરાંત વોકીટોકી સાથે 300 યુવાનો અને 250 જેટલી મહિલા સ્વયંસેવકોએ ખડેપગે સેવા આપી હતી.

 

60 વર્ષથી લઈને 108 વર્ષના વડિલોએ ભાગ લીધો

 

આ યાત્રામાં 60 વર્ષથી લઈ 108 વર્ષ સુધીના વડીલો જોડાયા હતાં. આ તમામ યાત્રિકો માટે 5 પાંચ લાખના રૂપિયાનો વીમો પણ ઉતારવામાં આવ્યો હતો. આ તીર્થયાત્રા ભારત વર્ષની જ નહિ સમગ્ર એશીયાની સૌથી મોટી અને ઐતિહાસિક તીર્થયાત્રા હોવાથી તેમનું સન્માન ઈન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશીયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યુ હતું.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!