Dark Mode
Image
  • Sunday, 28 April 2024

I.N.D.I.A ગઠબંધનને વધુ એક ફટકો, CPI ઝારખંડમાં એકલા હાથે લડશે ચૂંટણી

I.N.D.I.A ગઠબંધનને વધુ એક ફટકો, CPI ઝારખંડમાં એકલા હાથે લડશે ચૂંટણી

-- TMC બાદ હવે CPI પણ એકલા હાથે લડશે ચૂંટણી :- ઇન્ડિયા ગઠબંધન ધીમે ધીમે તૂટતું જણાઇ રહ્યું છે...એકતરફ મમતાએ જ્યાં પ.બંગાળમાં તમામ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, ત્યાં બીજી તરફ હવે CPIએ ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે..ઇન્ડિયા ગઠબંધનમાંથી અલગ થવાનો સંકેત આપતા CPIએ ઝારખંડની 14 લોકસભા બેઠકો પૈકી 8 પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાની વાત કહી છે.

 

 

-- બેઠકોની વહેંચણીને લઇને કોઇ વાત થઇ ન હતી :- સીપીઆઈના રાજ્ય સચિવ મહેન્દ્ર પાઠકે જણાવ્યું કે ભાજપે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, પરંતુ કોંગ્રેસ અને મહાગઠબંધન વચ્ચે હજુ સુધી બેઠક વહેંચણી અંગે કોઈ વાતચીત થઈ નથી. તેથી અમે એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.

 

 

-- રાજ્યમાં હાલની સ્થિતિ :- રાજ્યની 14 લોકસભા સીટોમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે 11, ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU) પાસે એક, ઝારખંડ મુક્તિ મોરચા (JMM) પાસે એક અને કોંગ્રેસ પાસે એક સીટ છે. કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગીતા કોડા તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે.

 

 

-- ગઠબંધનને એક પછી એક ઝટકા :- ઇન્ડિયા ગઠબંધનમાંથી નીકળી નીતિશ કુમાર NDAમાં જોડાઇ ગયા છે.મમતાએ પણ પોતાના રાજ્યમાં ગઠબંધન કરી ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે.. અને હવે સીપીઆઇ પણ ગઠબંધનમાંથી બહાર થઇ જતા ઇન્ડિયા ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે તેમ કહી શકાય

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!