Dark Mode
Image
  • Monday, 20 May 2024

વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: જાણો વિક્રમ સંવત 2080નું નવુ વર્ષ ધન રાશિના જાતકો માટે કેવું રહેશે

વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: જાણો વિક્રમ સંવત 2080નું નવુ વર્ષ ધન રાશિના જાતકો માટે કેવું રહેશે

દિવાળી થી દિવાળીનો સમય આપના માટે કેવો રહેશે તે જાણો. આ લેખમાં અમારા દરેક વાચકોને શરૂ થતા નવા વર્ષની હાર્દિક શુભકામના નૂતન વર્ષાભિનંદન તથા સાલ મુબારક અને જય શ્રી કૃષ્ણ.  વર્ષ દરમિયાન આપ સૌના ઉપર ભગવાન નારાયણ ની કૃપા રહે માતા લક્ષ્મી પ્રસન્ન રહે ભગવાન ધનવંતરી સુખી રાખે અને ઉત્તરો તરફ પ્રગતિ કરતા રહો તેવી ભગવાન નારાયણને પ્રાર્થના.

 

આ વર્ષ દરમિયાન શરૂઆતમાં રાહુ શનિઅને કેતુ તથા ગુરુ આ મુખ્ય ગ્રહો મોટાભાગે બદલાશે નહીં. કદાચ મારગી વક્રી અસ્ત કે ઉદિત થશે અન્ય ગ્રહો શુક્ર સૂર્ય બુદ્ધ મંગળ ચંદ્રમા એ નિયમિત બદલાશે અને તેમની અસર અલગ અલગ સમયે અલગ અલગ રીતે રહેશે તેની અસરો પણ તમને સમયાંતરે ખબર પડતી રહેશે.

 

આપણે હાલ જોઈશું 12 રાશિઓના જાતકોનું આ વર્ષ કેવું રહેશે અને વર્ષ દરમિયાન કયા નાનકડા ઉપાયો કરી તમે સમયને વધારે ઉપયોગી બનાવી શકશો.

 

વિક્રમ સંવત 2080નું નવુ વર્ષ ધન રાશિના જાતકો માટે કેવું રહેશે તે જાણો.

 

ધન (ભ,ઢ,ધ,ફ) રાશિ:

 

 

ધન રાશિ ના જાતકો માટે આવનાર વર્ષ વિક્રમ સંવત 2080નું વર્ષ તમારા માટે ઉત્તમ દેખાય છે. આ વર્ષ માટે તમારા આર્થિક શારીરિક અને માનસિક રીતે સંતોષી મળે એવા સંજોગો ઊભા થશે. આપના સ્વાસ્થ્ય માટે આવનાર વર્ષ એકંદરે સારું રહેશે અને કોઈ પણ કાર્યમાં સફળતા પણ અભાવ છે.

 

આર્થિક રીતે વિચાર કરીએ તો આવનાર વર્ષમાં આર્થિક સંપન્નતા પ્રમાણમાં ઓછી રહેશે પરંતુ સ્થિર આવકનો પ્રભાવ વધશે. ખોટા કાર્યોથી દૂર રહેવું અને ખાસ કરીને તમને આવકના નવા સ્તોત્ર જ જોવા મળશે.
તમારા નોકરી વ્યવસાય કે ધંધામાં વધારો જણાય સાથે સાથે તમે આગળ પણ વધી શકશો. જમીન મકાન સંબંધી જે તમારા પ્રશ્નો છે તેનો ઉકેલ ચોક્કસ રીતે આવી જશે અને જો કોર્ટ કચેરી ચાલતી હશે તો તેમાં પણ નિર્ણય તમારા તરફથી આવી શકે છે .કદાચ સમાધાન કરવું પડે તો કરીને પણ નિર્ણય પક્ષમાં લેવું.

 

સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે. સંતાન સુખ મળે એવી સંભાવના છે. જે દંપતિઓને સંતાનથી વંચિત હો તેમને સંતાન પ્રાપ્તિ થાય એવા યોગો બને છે. શેર બજાર કે અન્ય બજારોમાં જો કામ કરતા હો તો સાવધાન રહેવું. વિદેશ યાત્રાના કામોમાં તમને રાહત અને સફળતા મળશે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બને છે.

 

કોર્ટ કચેરીના સંબંધોમાં તમને રાહત મળશે. પતિ પત્નીના સંબંધો સારા રહેશે અને લગ્ન વગેરેને જે વાતો બાકી હતી તે પૂર્ણ થશે અને જીવનમાં તમને આગળ વધવાનો ચાન્સ પણ મળશે. ભાગીદારીમાં ધંધો કરી શકશો પરંતુ લાંબા ગાળે નુકસાન ની સંભાવના રહેશે.

 

 

ધન રાશિના જાતકો માટે ઉપાય 


ધન રાશિના જાતકો માટે ઉપાય તરીકે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ નિયમિત રીતે કરવો જોઈએ. ગૌશાળામાં વજન પ્રમાણેનું ઘાસ દાનમાં આપવું જોઈએ. અને ઓમ નમો નારાયણ મંત્રના જાપ કરી નિયમિત નારાયણના મંદિરમાં તુલસીદલ અર્પણ કરવું.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!