Dark Mode
Image
  • Monday, 20 May 2024

વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: જાણો વિક્રમ સંવત 2080નું નવુ વર્ષ કુંભ રાશિના જાતકો માટે કેવું રહેશે

વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: જાણો વિક્રમ સંવત 2080નું નવુ વર્ષ કુંભ રાશિના જાતકો માટે કેવું રહેશે

દિવાળી થી દિવાળીનો સમય આપના માટે કેવો રહેશે તે જાણો. આ લેખમાં અમારા દરેક વાચકોને શરૂ થતા નવા વર્ષની હાર્દિક શુભકામના નૂતન વર્ષાભિનંદન તથા સાલ મુબારક અને જય શ્રી કૃષ્ણ.  વર્ષ દરમિયાન આપ સૌના ઉપર ભગવાન નારાયણ ની કૃપા રહે માતા લક્ષ્મી પ્રસન્ન રહે ભગવાન ધનવંતરી સુખી રાખે અને ઉત્તરો તરફ પ્રગતિ કરતા રહો તેવી ભગવાન નારાયણને પ્રાર્થના.

 

આ વર્ષ દરમિયાન શરૂઆતમાં રાહુ શનિઅને કેતુ તથા ગુરુ આ મુખ્ય ગ્રહો મોટાભાગે બદલાશે નહીં. કદાચ મારગી વક્રી અસ્ત કે ઉદિત થશે અન્ય ગ્રહો શુક્ર સૂર્ય બુદ્ધ મંગળ ચંદ્રમા એ નિયમિત બદલાશે અને તેમની અસર અલગ અલગ સમયે અલગ અલગ રીતે રહેશે તેની અસરો પણ તમને સમયાંતરે ખબર પડતી રહેશે.

 

આપણે હાલ જોઈશું 12 રાશિઓના જાતકોનું આ વર્ષ કેવું રહેશે અને વર્ષ દરમિયાન કયા નાનકડા ઉપાયો કરી તમે સમયને વધારે ઉપયોગી બનાવી શકશો.

 

વિક્રમ સંવત 2080નું નવુ વર્ષ કુંભરાશિના જાતકો માટે કેવું રહેશે તે જાણો.

 

કુંભ (ગ,સ,શ,ષ) રાશિ:

 

 

કુંભ રાશી ના જાતકો માટે આવનાર વર્ષ વિક્રમ સંવત 2080 એકંદરે સારા સમાચાર લઈને આવશે તમારા વ્યાપાર ધંધા ને લગતા તેમજ સામાજિક અને આર્થિક ક્ષેત્રે સુધારો આવે તેવી સંભાવના લઈને આવશે. સ્વાસ્થ્ય બાબતનો વિચાર કરીએ તો વર્ષની શરૂઆતમાં સ્વાસ્થ્યમાં થોડી તકલીફ હશે પરંતુ મધ્યમાં ઉત્તમ અને સારું રહેશે દવાની જરૂર જરૂરથી પડશે.

 

આર્થિક રીતે વિચાર કરીએ તો તમારા માટે આ વર્ષ નવી સોગાત લઈને આવશે. જુના કેટલાક કાર્યો જે બંધ થયા હશે તે પૂર્ણ થશે અથવા શરૂ થશે અને જૂનું લેણું લેણું પરત આવે તેમ છે. પરિવાર અને કુટુંબીજનોનો સાથ સહકાર પૂર્ણ રૂપથી તમને મળશે તેમની વચ્ચે સમાધાન પણ થશે. નોકરી વ્યવસાયમાં થોડી ચઢ ઉતરનો સામનો કરવો પડશે.

 

શરૂઆતમાં વર્ષ સારું રહેશે પરંતુ મધ્યમાં સ્થિતિ બગડે તેવું દેખાય છે. જમીન મકાનના પ્રશ્નો નો ઉકેલ અવશ્ય મળશે જમીન કે મકાન વેચવાના પ્રશ્નોનો નિકાલ આવશે તે અંગેની કોર્ટ કચેરીમાં પણ સમાધાન નો રસ્તો નીકળશે. માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા વધશે સંતાન પ્રાપ્તિનો સારો યોગ દેખાય છે.

 

આ વર્ષ દરમિયાન તમને સંતાનની પ્રાપ્તિ થશે. સંતાનના કેરિયર અંગેની ચિંતામાં સુધારો થશે તેમ જ તેને નોકરી વગેરેમાં અથવા વ્યવસાયમાં સારું રહેશે. વિદ્યાર્થીઓ માટે વિદેશ યાત્રામાં જવું અથવા અભ્યાસ માટે વિદેશ જવું બંનેમાં લાભકારી રહેશે.

 

શેર બજારથી તમારે પણ સાવધાન રહેવું પડશે કારણ કે વિશ્વ બજાર ગડબડ દેખાય છે. દેવું કરીને કોઈ મોટું સાહસ કરવું નહીં. શત્રુ પર કે તમારા પર આવી થશે. કોર્ટ કચેરીની મેટરોમાં સાવધાન રહેવું. સમાધાનથી માર્ગ કાઢવો જરૂરી છે. પતિ પત્નીનો સાથ સહકાર વર્ષ દરમિયાન સારો રહેશે તેમની મદદથી તમે ઘણા પ્રશ્નોમાં બહાર આવી શકશો. તેમના સ્વાસ્થ બાબતે થોડી ચિંતા તમને રહેશે. તે પણ મધ્યમાં ઉતાવળમાં આવી જઈ કોઈ પણ કામ કરવું નહીં કાયદાની વિરુદ્ધના કામમાં હાથ વટાવું નહીં. ક્રોધ અને લાલચને ત્યાગી કામ કરવું ખોટા નાણાકીય વ્યવહારો કરવા નહીં.

 

 

કુંભ રાશિના જાતકો માટે ઉપાય 


કુંભ રાશિના જાતકો માટે ઉપાય તરીકે તમારે નિયમિત રીતે કુળદેવી ની માળા કરવી. હનુમાન ચાલીસા ના પાઠ કરવા. શનિવારના દિવસે હનુમાન મંદિરમાં બુંદી ધરાવવી વાંદરાઓને ચણા અને ગોળ આપવા.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!