Dark Mode
Image
  • Monday, 20 May 2024

વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: જાણો વિક્રમ સંવત 2080નું નવુ વર્ષ કન્યા રાશિના જાતકો માટે કેવું રહેશે

વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: જાણો વિક્રમ સંવત 2080નું નવુ વર્ષ કન્યા રાશિના જાતકો માટે કેવું રહેશે

દિવાળી થી દિવાળીનો સમય આપના માટે કેવો રહેશે તે જાણો. આ લેખમાં અમારા દરેક વાચકોને શરૂ થતા નવા વર્ષની હાર્દિક શુભકામના નૂતન વર્ષાભિનંદન તથા સાલ મુબારક અને જય શ્રી કૃષ્ણ.  વર્ષ દરમિયાન આપ સૌના ઉપર ભગવાન નારાયણ ની કૃપા રહે માતા લક્ષ્મી પ્રસન્ન રહે ભગવાન ધનવંતરી સુખી રાખે અને ઉત્તરો તરફ પ્રગતિ કરતા રહો તેવી ભગવાન નારાયણને પ્રાર્થના.

 

આ વર્ષ દરમિયાન શરૂઆતમાં રાહુ શનિઅને કેતુ તથા ગુરુ આ મુખ્ય ગ્રહો મોટાભાગે બદલાશે નહીં. કદાચ મારગી વક્રી અસ્ત કે ઉદિત થશે અન્ય ગ્રહો શુક્ર સૂર્ય બુદ્ધ મંગળ ચંદ્રમા એ નિયમિત બદલાશે અને તેમની અસર અલગ અલગ સમયે અલગ અલગ રીતે રહેશે તેની અસરો પણ તમને સમયાંતરે ખબર પડતી રહેશે.

 

આપણે હાલ જોઈશું 12 રાશિઓના જાતકોનું આ વર્ષ કેવું રહેશે અને વર્ષ દરમિયાન કયા નાનકડા ઉપાયો કરી તમે સમયને વધારે ઉપયોગી બનાવી શકશો.

 

વિક્રમ સંવત 2080નું નવુ વર્ષ કન્યા રાશિના જાતકો માટે કેવું રહેશે તે જાણો.

 

કન્યા (પ,થ,ણ) રાશિ:

 

 

કન્યા રાશિના જાતકો માટે આવનાર વર્ષ વિક્રમ સંવત 2080 સામાન્ય રીતે થોડાક કામોમાં વ્યસ્તતા વધારે રહેશે. શારીરિક સ્વાસ્થ્યની બાબતમાં આ વર્ષ તમારા માટે એકંદરે સારું અને વિશ્વસ્થ રહેશે. કામકાજમાં રાહત મળશે. નવા કામોની પાછળ મહેનત વધારે કરવી પડશે આર્થિક સ્થિતિ ને લીધે જોઈએ તો થોડુંક નુકસાન અને થોડાક ફાયદા આમ બંને રીતે તમોને આ વર્ષ મિશ્ર ફળ આપશે.

 

કુટુંબ પરિવાર સાથેના જે સંબંધો છે તેમાં સફળતા સારી મળશે સમાધાન થશે. જૂની મિલકતોનો વાદવિવાદ નો હલ નીકળશે ખોટા ક્રોધ અને ઉતાવળના કારણે કાર્ય બગડે નહીં તેનું ધ્યાન રાખવું. જમીન મકાન ખરીદીનો પ્રશ્ન સોલ્વ થશે અને વિદ્યાર્થી વર્ગ માટે સમય ઉત્તમ અને સારો છે. અભ્યાસ માટે વિદેશ યાત્રા વગેરે માં જવાનું હોય તો જઈ શકાશે. જો કોઈ ખોટા કાર્યોમાં ફસાઈ જશો તો તો તકલીફ પણ આવી શકે છે.

 

કોર્ટ કચેરીની બાબતમાં તમને સફળતા મળશે. વર્ષ દરમિયાન ચાલતા કેશોમાં સમાધાન નો રસ્તો મળશે સંતાન પ્રાપ્તિના સારા સંકેતો જોવા મળે છે. તેના કેરિયર અંગેના સવાલોમાં પણ તમને રાહત મળશે અને વિદેશ યાત્રામાં મૂકેલી ફાઈલો નો નિર્ણય પણ આવી શકે છે.

 

પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. આપસમાં રહેલા મત મતાંતરો દૂર થશે. લગ્ન વગેરેની જે વાતો અટકી ગઈ તે વાતો આ વર્ષમાં પૂરી થાય તેવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. વર્ષ દરમિયાન ઘણા ઉતાર ચઢાવ બિઝનેસ કે ધંધામાં જોવા મળશે. સરકાર તરફથી કેટલીક હેરાનગતિનો સામનો પણ કરવો પડશે. ધ્યાન રાખીને કામ કરવું વર્ષ દરમિયાન ખોટી ઉતાવળ કરી કામ બગાડવું નહીં. ખોટા ખાનપાન અને વ્યસનથી દૂર રહેવું. નવા વ્યવસાયમાં જમ્પલાવતા પહેલા ગુણદોષનો વિચાર અવશ્ય કરવો.

 

 

કન્યા રાશિના જાતકો માટે ઉપાય 

 

કન્યા રાશિના જાતકો માટે ઉપાય તરીકે વર્ષ દરમિયાન ગોપાલ સહસ્ત્રનામના પાઠ કરવા. ગણપતિ મહારાજના નિયમિત દર્શન કરવા અને દુર્વા અર્પણ કરવી. ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકનું અને વસ્ત્રનું દાન આપવું.

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!