Dark Mode
Image
  • Monday, 20 May 2024

વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: જાણો વિક્રમ સંવત 2080નું નવુ વર્ષ મકર રાશિના જાતકો માટે કેવું રહેશે

વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: જાણો વિક્રમ સંવત 2080નું નવુ વર્ષ મકર રાશિના જાતકો માટે કેવું રહેશે

દિવાળી થી દિવાળીનો સમય આપના માટે કેવો રહેશે તે જાણો. આ લેખમાં અમારા દરેક વાચકોને શરૂ થતા નવા વર્ષની હાર્દિક શુભકામના નૂતન વર્ષાભિનંદન તથા સાલ મુબારક અને જય શ્રી કૃષ્ણ.  વર્ષ દરમિયાન આપ સૌના ઉપર ભગવાન નારાયણ ની કૃપા રહે માતા લક્ષ્મી પ્રસન્ન રહે ભગવાન ધનવંતરી સુખી રાખે અને ઉત્તરો તરફ પ્રગતિ કરતા રહો તેવી ભગવાન નારાયણને પ્રાર્થના.

 

આ વર્ષ દરમિયાન શરૂઆતમાં રાહુ શનિઅને કેતુ તથા ગુરુ આ મુખ્ય ગ્રહો મોટાભાગે બદલાશે નહીં. કદાચ મારગી વક્રી અસ્ત કે ઉદિત થશે અન્ય ગ્રહો શુક્ર સૂર્ય બુદ્ધ મંગળ ચંદ્રમા એ નિયમિત બદલાશે અને તેમની અસર અલગ અલગ સમયે અલગ અલગ રીતે રહેશે તેની અસરો પણ તમને સમયાંતરે ખબર પડતી રહેશે.

 

આપણે હાલ જોઈશું 12 રાશિઓના જાતકોનું આ વર્ષ કેવું રહેશે અને વર્ષ દરમિયાન કયા નાનકડા ઉપાયો કરી તમે સમયને વધારે ઉપયોગી બનાવી શકશો.

 

વિક્રમ સંવત 2080નું નવુ વર્ષ મકર રાશિના જાતકો માટે કેવું રહેશે તે જાણો.

 

મકર (ખ,જ) રાશિ:

 

 

મકર રાશી ના જાતકો માટે આવનારો વર્ષ 2080 એ ઉતાર ચઢાવ વાળો હશે ખાસ કરીને તમારા વ્યાપાર ધંધામાં સુધારો રહેશે પરંતુ સામાજિક આર્થિક થોડી તકલીફો રહેશે. તમારા શારીરિક સ્વાસ્થ્ય માં સુધારો થશે. જૂની બીમારીમાં રાહત મળશે. દવાઓ માટે વ્યવસ્થિત ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

 

તમારા કુટુંબ અને પરિવાર સાથેના સંબંધો સારા રહેશે. ખાસ કરીને જે કોઈ વાત હોય તેમાં રાહત મળશે આર્થિક રીતે તમારો વર્ષ પ્રગતિ કારક રહેશે. નવી નવી ઓફર તમને મળતી રહેશે. તમારા વ્યાપારમાં પધારો જણાશે તેમ જ નવા કામકાજને શરૂઆત પણ થશે. નોકરીમાં પ્રમોશન મળશે અને સ્થળાંતર પણ થઈ શકે. તમારા અધિકારી વર્ગ સાથે વાતમાં પડવું નહીં.

 

જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન આવશે. કદાચ કોર્ટ મેટર પણ બની શકે છે. સમાધાન નો માર્ગ આપનાવવું કોઈના વાતમાં આવી જાય ખોટું પગલું ભરવું નહીં. કોર્ટ કચેરીને મેટરોમાં તમને સફળતા મળશે અને ખાસ કરીને કોઈ પણ પ્રકારના દેવામાં પડતો નહીં.

 

શેર બજાર કે અને બજારોમાં નુકસાન થાય તેવા સંકેતો મળે છે. ગ્રહગોચાર ના પ્રમાણે જૂની મિલકતમાં નફો મળે તેવી સંભાવના દેખાય છે. આવનાર વર્ષમાં અમારા પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે. બંને વચ્ચે જે ભી ચકમક હોય તે દૂર થાય એવા સંકેતો ગ્રહો આપે છે. લગ્ન વાંચવું માટે ખૂબ જ સારી દેખાઈ રહી છે એટલે આ વર્ષમાં તમારા લગ્નના લોકો પણ બની રહ્યા છે અને સારું છે. ખાસ કરીને વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે.

 

વિદ્યાર્થી વર્ગ માટે આવનાર વર્ષ વિદ્યાર્થીઓ માટે સારો છે. તમે તમારા અભ્યાસમાં અવશ્ય આગળ વધી શકો છો. તમારી કોઈ લાઈન બદલવાની અથવા નવી જગ્યાએ જવાનું થાય. સરળતાથી કાયદા વિરુદ્ધના કોઈપણ કામમાં હાથ નાખવો નહીં. ખોટી રીતે ક્રોધ અને લાલચમાં પડવું નહીં. ખોટા કામ પડવું નહિ. ખોટા ખાન પાન થી દૂર રહેવું.

 

મકર રાશિના જાતકો માટે ઉપાય 


મકર રાશિના જાતકો માટે ઉપાય તરીકે તમારે રુદ્રાષ્ટાધ્યાયના પાઠ કરવા અથવા કરાવવા. ભગવાન શિવનું તેરસના દિવસે અભિષેક કરવું. મહિનામાં એક વખત ગરીબોને ભોજન આપવું અને શિવ ચાલીસાના પાઠ કરવા.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!